________________
૧૯૦
શ્રી પિડનિયુક્તિ-પરાગ
બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે “પ્રાય: યતીનાં विकृतिपरिभोगपरित्यागेन सदैवात्मशरीरं यापनीयं, कदाचिदेव च शरीरस्यापाटवे સંયમયોપવૃદ્ધિનિમિત્ત વનાળાના વિકૃતિપરિમો: ' પ્રાય: સાધુઓએ વિગઈઓ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ હંમેશા પોતાના શરીરનો નિર્વાહ કરવો, કદાચ જ્યારે શરીર સારું ન હોય તો સંયમયોગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે.
વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે સિવાયની વિગઈ તો ગ્લાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી વૃદ્ધિ થાય.
લેપ વિનાના દ્રવ્યો-સુક્કા રાંધેલા ભાત આદિ, રોટલી, રોટલા, ખાખરા, ભાખરી, જવનો સાથવો, અડદ, ચોળા, વાલ, વટાણા, ચણ્યા વગેરે સર્વે સુકા હોય છે. જે વાસણમાં ચોંટે નહિ તે બધાં દ્રવ્યો. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ.
અલ્પલેપવાળાં દ્રવ્યો-શાક-ભાજી, રાબડી, કોદ્રવ, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, ઓસામણ વગેરે દ્રવ્યો. આમાં પશ્ચાત્કર્મ કદાચ થાય અને કદાચ ન થાય.
બહુલેપવાળાં દ્રવ્યો-ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગોળનું પાણી, રસાવાળી ખજુર વગેરે. જે દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય ધોવું પડે તેવાં દ્રવ્યો. પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્યો ગ્રહણ કરતા નથી. અપવાદ-પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કહ્યું.
ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન અને સાવશેષ દ્રવ્ય (બાકી રહેવું) તથા નિરવશેષ દ્રવ્ય (બાકી ન રહેવું)ના યોગે આઠ ભાંગા થાય છે.