________________
૧૭૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
લોકોમાં જુગુપ્સા થાય કે “આ સાધુ નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુંસક હશે.' ઇત્યાદિ દોષો લાગે.
અપવાદ – નપુંસક અનાસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયો હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયો હોય, દેવ કે ઋષિના શ્રાપથી નપુંસક થયો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ.
૨૪ ગુર્વિણી - નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ - ગર્ભ રહે નવ મહિના થયા ન હોય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હોય, બેઠેલી હોય તો બેઠા બેઠા અને ઊભેલી હોય તો ઊભા ઊભા ભિક્ષા આપે તો લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તો જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતો હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને કલ્પી શકતી નથી.
૨૫ બાલવત્સા - ધાવતું બાળક ખોળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તો તેની પાસેથી લેવી કહ્યું નહિ.
બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઊઠે તો કદાચ તે બાળકને બિલાડી કે કૂતરું આદિ માંસનો ટુકડો કે સસલાનું બચ્ચું વગેરે ધારીને મોંમાં પકડીને લઈ જાય, તો બાળકનો નાશ થાય.
વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હોય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય ઇત્યાદિ દોષો રહેલા હોવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
અપવાદ - બાળક મોટો થયો હોય, સ્તનપાન કરતો ન હોય તો તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે બાળક મોટો હોવાથી બિલાડી આદિ ઉપાડી જવાનો સંભવ નથી.
૨૬ ભોજન કરતાં હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
ભોજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઊઠે તો હાથ ધુવે તો અપકાયાદિની વિરાધના થાય. હાથ ધોયા સિવાય આપે તો લોકોમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા