________________
ચૂર્ણ-યોગ-મૂલકર્મપિડ દોષ
૧૫૩
ઉંમરલાયક છોકરાને જોઈને છોકરાની માતાને સાધુ કહે કે “કુલ, ગોત્રકીર્તિને વધારનાર તમારો પુત્ર યૌવનવયમાં આવ્યો છે, હજુ એને કેમ પરણાવતા નથી. પરણાવશો તો પત્નીના સ્નેહથી સ્થિર થશે, નહિતર સ્વચ્છંદચારી થઈ કોઈને ઉપાડીને ભાગી જશે. પછી પણ પરણાવવાનો તો છે, તો પછી હમણાં કેમ લગ્ન કરતા નથી ?'
૪ ગર્ભધારણ કરાવવો તથા ગર્ભપડાવવાનું-સંયુગ નામના નગરમાં સિંધુરાજ નામના રાજા રાજ્ય કરે છે. તેમને અનેક રાણીઓ છે, તેમાં બે મુખ્ય રાણી છે. એકનું નામ શૃંગારમતિ અને બીજીનું નામ જયસુંદરી છે.
શૃંગારમતિને ગર્ભ રહ્યો તે જોઈને જયસુંદરી વિચારવા લાગી કે “આને પુત્ર થશે તો તે યુવરાજ બનશે. આથી તે ચિંતા કરવા લાગી. એવામાં કોઈ સાધુ ત્યાં આવી પહોંચ્યા. જયસુંદરીને ચિંતાવાળી જોઈને ચિંતાનું કારણ પૂછ્યું. એટલે શૃંગારમતિને ગર્ભ રહ્યાનું અને પોતાને ગર્ભ નહિ રહેવાનું જણાવ્યું.”
સાધુએ કહ્યું કે “આમાં ચિંતા શા માટે કરો છો ? તમને પણ ગર્ભ રહે એમ કરીશ.'
જયસુંદરીએ કહ્યું કે “ભગવદ્ તમારા પ્રસાદથી મને પણ પુત્ર થશે. તો પણ તે નાનો હોવાથી યુવરાજ તો થઈ શકે નહિ, જ્યારે શૃંગારમતિનો પુત્ર મોટો હોવાથી યુવરાજ તો તે જ થશે.”
સાધુએ જયસુંદરીને ગર્ભ રહે એવું એક ઔષધ અને શૃંગારમતિનો ગર્ભપાત થાય તેવું બીજું ઔષધ આપ્યું અને કહ્યું કે આ બીજું ઔષધ કોઈ વસ્તુના ભેગું શૃંગારમતિને ખવરાવી દેજો.'
એક ઔષધ જયસુંદરીએ ખાધું અને બીજું ઔષધ શૃંગારમતિને ખવરાવી દીધું. આથી શૃંગારમતિનો ગર્ભ પડી ગયો અને જયસુંદરીને ગર્ભ રહ્યો. યોગ્ય સમયે પુત્ર થયો અને તે યુવરાજ બન્યો.
સાધુએ ભિક્ષાદિ નિમિત્તે આવું ન કરવું. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે.
2 પ્રયોગ કર્યાની ખબર પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ૨ ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ૩ ભિન્નયોનિ કરવાથી જિંદગી સુધી તેને ભોગનો અંતરાય થાય.