________________
શકિત દોષ
૧પ૯
- ત્રીજો ભાંગો-આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકાતે પ્રમાણે-કોઈ સાધુએ આહાર શુદ્ધ જાણીને શંકા વિના ગ્રહણ કર્યો, પછી ઉપાશ્રય આવીને ત્યાં ગુરુમહારાજ પાસે બીજા સાધુઓને આલોચના કરતા સાંભળી મનમાં શંકા થાય કે “જેવી મને ઘણી ભિક્ષા મળી છે તેવી બીજા સંઘાટ્ટકોને પણ મળી છે. માટે હું લાવ્યો છું તે નક્કી દોષવાળી હશે.' આમ વિચારતો આહાર વાપરે.
ચોથો ભાંગો-આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ-તે આ પ્રમાણે-સાધુ દોષની શંકા વિના આહાર ગ્રહણ કરે અને વાપરતી વખતે પણ કોઈ જાતની શંકા ન હોય.
શિષ્યની શંકા-શંકા એ જ દોષ ગણાય છે, તો પછી એ નક્કી થયું કે “શુદ્ધ આહાર હોય અને તેમાં જો શંકા થાય તો તે અશુદ્ધ થઈ જાય અને દોષવાળો હોય અને જો શંકા વિના ગ્રહણ કરે તો તે શુદ્ધ થઈ જાય.” આ વાત બરાબર લાગતી નથી કેમકે “પોતાની કલ્પના માત્રથી શુદ્ધ આહાર અશુદ્ધ થઈ જાય અને અશુદ્ધ આહાર શુદ્ધ થઈ જાય.”
ગુરુનું સમાધાન-માત્ર મનની કલ્પનાથી શુદ્ધ એ અશુદ્ધ અને અશુદ્ધ એ શુદ્ધ બની શકતો નથી. પરંતુ શુદ્ધ અધ્યવસાયપૂર્વક માયા વિના, આહાર આદિ જે હોય તે શુદ્ધ છે કે અશુદ્ધ ? તેનો વિચાર કરે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શુદ્ધ લાગે તો ગ્રહણ કરે, ઉપયોગપૂર્વક ગ્રહણ કરવામાં અશુદ્ધ આહાર હોય તો પણ તે શુદ્ધ ગણાય છે. અર્થાત્ તે આહાર વાપરતા દોષિત આહારનો કર્મબંધ થતો નથી. પરંતુ કોઈ જાતની તપાસ કે વિચાર કર્યા સિવાય શુદ્ધ આહારમાં દોષની શંકા કરી ગ્રહણ કરે, તો તે આહાર શુદ્ધ હોવા છતાં દોષિત આહારનો કર્મબંધ થાય છે. અહીં શ્રુતજ્ઞાનપ્રમાણ માનવામાં આવે છે. આથી જ શુદ્ધ ગવેષણાપૂર્વક આહાર લાવેલો હોય અને તે આહાર દોષવાળો હોવા છતાં કેવલજ્ઞાની પણ વાપરે છે. ચાર ભાંગામાં બીજા અને ચોથો ભાંગો શુદ્ધ છે.
શંકિત દોષમાં સોળ ઉદ્ગમના દોષો અને પ્રષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષો એમ પચીસ દોષોમાંથી જે દોષની શંકા પડે તે દોષ લાગે છે.
જે જે દોષની શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તો તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે.
માટે લેતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર ગ્રહણ કરવો અને વાપરતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર વાપરવો. એ શુદ્ધ ભાંગો છે.
12