________________
૧૪૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
હોશિયાર શ્રાવકના ઘરમાં “સિહકેસરા' બોલતાં પ્રવેશ કર્યો.
શ્રાવકે વિચાર કર્યો ‘દિવસે ફરતાં સિંહકેસરીઓ લાડવો મળ્યો નથી, તેથી મગજ ખસી ગયું લાગે છે. જો સિંહકેસરીઓ લાડવો મળે તો ચિત્ત સ્વસ્થ બની જાય.”
આમ વિચાર કરીને શ્રાવકે “પધારો મહારાજ.” સિંહકેસરીયા લાડવાનો ભરેલો ડબ્બો લઈને તેમની પાસે આવીને કહ્યું કે “લો મહારાજ સિંહકેસરીયા લાડવા. ગ્રહણ કરી મને લાભ આપો.'
મુનિએ લાડવા ગ્રહણ કર્યા. પાત્રામાં સિંહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું.
શ્રાવકે મુનિને પૂછ્યું કે “ભગવન્! આજે મેં પુરિમઢનું પચ્ચખાણ કર્યું છે, તો તે પૂરું થયું કે નહિ ?'
સુવ્રતમુનિએ ટાઇમ જોવા માટે આકાશ તરફ જોયું, તો આકાશમાં અનેક તારાઓનાં મંડળો જોયાં અને અર્ધરાત્રી થયાનું જાણ્યું.
અર્ધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પોતાનો ચિત્તભ્રમ ટળી ગયો. હા ! મૂર્ખ ! એવા મેં આજે શું કર્યું ? અયોગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને, લોભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહ કેસરીઆ લાડવા વહોરાવીને મારી આંખ ઉઘાડી.
મુનિએ શ્રાવકને કહ્યું કે “ભો ! મહાશ્રાવક ! તમે સારું કર્યું, સિંહકેસરીઆ લાડવા આપીને પુરિમષ્ઠ પચ્ચકખાણનો સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારો બચાવ કર્યો.”
રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પોતાના આત્માની નિંદા કરતા અને લાડુને પરઠવતા શુક્લધ્યાનમાં ચડ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોના પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લોભથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ.
ઇતિ દશમ લોભપિંડ દોષ નિરૂપણ.