________________
૧૪૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સંબંધથી પરિચય પાડવો. “મારી સાસુ, પત્ની તમારા જેવાં હતાં' વગેરે બોલે તે સંબંધી પચ્ચાસંસ્તવ કહેવાય.
વચન પૂર્વસંસ્તવ-દાતારના ગુણો આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. ભિક્ષા લીધા પહેલા સાચા કે ખોટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમ કે “અહો ! તમે દાનેશ્વરી છો તેની માત્ર વાર્તા જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારા ગુણોની પ્રશંસા તો ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.' વગેરે બોલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય.
વચન પશ્ચાત્સસ્તવ-ભિક્ષા લીધા પછી દાતારની પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બોલે કે “આજ તમને જોવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જોવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય ! તમારા ગુણો સાચા જ છે, તમને જોયા પહેલા તમારા દાનાદિ ગુણો સાંભળ્યા હતા, ત્યારે મનમાં શંકા હતી કે “આ વાત સાચી હશે કે ખોટી હશે ?' પરંતુ આજે તમોને જોવાથી શંકા દૂર થઈ ગઈ છે.” ઇત્યાદિ પ્રશંસા કરે તે વચનપશ્ચાત્ સંસ્તવ કહેવાય. આવા સંસ્તવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દોષો થાય છે.
દષ્ટાંત કોઈ એક સાધુએ ભિક્ષા ફરતાં એક ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની માતાસમાન સ્ત્રીને જોઈને સારો આહાર મેળવવાની ઇચ્છાથી માયાપૂર્વક આંખમાંથી આંસુ કાઢ્યાં.
તે સ્ત્રીએ પૂછ્યું કે “આ શું થયું? કેમ આંખમાંથી આંસુ આવ્યાં.” સાધુએ કહ્યું કે “તમારા જેવી મારી માતા હતી.” આ પ્રમાણે કહેવામાં નીચે મુજબ દોષો થાય.
માતાપણું બતાવતા તે સ્ત્રી સાધુના મુખમાં પોતાના સ્તન મૂકે. તેથી પરસ્પર સ્નેહબુદ્ધિ ઉત્પન્ન થાય.
૨ તે સ્ત્રીને વિધવા પુત્રવધૂ હોય તો સાધુને પોતાની પુત્રવધૂ આપે અને કહે કે “મારો પુત્ર મૃત્યુ પામ્યો છે તો તેના સ્થાને તું મારો પુત્ર થા અથવા દાસી વગેરે આપે.
તમારા જેવી મારી સાસુ હતી.' એમ બોલે તો -