________________
માનપિંડ દોષ
૧૩૧
‘બાળકની ગુદા સાફ કરી નાખો અને પછી તેના બગડેલા વસ્ત્ર વગેરે ધોઈને સાફ કરો.” “જેવી આજ્ઞા' કહી તે પુરુષ બધું કરતો. આ પ્રમાણે દરરોજ તે સ્ત્રી છોકરાનાં બાળોતિયાં વગેરે તેની પાસે સાફ કરાવે. આ ભાઈ રોજ હર્ષપૂર્વક બધું સાફ કરે. લોકોએ આ વાત જાણી એટલે “હદજ્ઞ' (છોકરાનું હઘેલું સાફ કરવાનું જાણનાર) નામ પાડ્યું.
આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચોરા ઉપર બેઠેલા બધા માણસો એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તો છએ પુરુષોના ગુણોને ધારણ કરનારો છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.”
આ સાંભળી વિષ્ણમિત્ર બોલ્યો કે “હું તે છ પુરુષોના જેવો બાયેલો નથી. માટે તમારે જે જોઈએ તે માગો, હું જરૂર આપીશ.”
સાધુએ કહ્યું કે જો એમ છે, તો ઘી, ગોળ સાથે પાતરું ભરીને સેવ મને આપો.”
ચાલો પાતરું ભરીને સેવ આપું.” એમ કહીને વિષ્ણુમિત્રે સાધુને લઈને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું.
રસ્તામાં સાધુએ બધી વાત કરી કે “તમારે ઘેર ગયો હતો પણ તમારી પત્નીએ આપવાનો ઇન્કાર કર્યો છે, જો તે હાજર હશે તો તમને આપવા નહિ દે.
વિષ્ણુમિત્રે કહ્યું કે “જો એમ છે તો તમે અહીં બાજુમાં ઊભા રહો, થોડી વાર પછી તમને બોલાવીને સેવ આપું.'
વિષ્ણમિત્ર ઘેર ગયો અને પોતાની પત્નીને પૂછ્યું કે “કેમ સેવ રંધાઈ ગઈ છે ?” ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે ?'
સ્ત્રીએ કહ્યું કે “હા, બધું તૈયાર છે.' વિષ્ણમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બોલ્યો કે “ગોળ આટલો નહિ થાય, માળિયા ઉપરથી બીજો ગોળ કાઢી આવ.'
સ્ત્રી નિસરણી મૂકીને ગોળ લેવા માળિયા ઉપર ગઈ, એટલે વિષ્ણુમિત્રે નિસરણી લઈ લીધી. પછી સાધુને બોલાવીને ઘી, ગોળ, સેવ આપવા લાગ્યો. ત્યાં સુલોચના સ્ત્રી ગોળ લઈને નીચે આવવા જાય છે તો નિસરણી મળે નહિ. એટલે નીચે જોવા લાગી તો વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતો હતો. આ જોતાં તે બોલી ઊઠી “અરે ! આને સેવા આપતા નહિ, આપતા નહિ.' સાધુએ પણ તેની