________________
માયાપિંડ દોષ
૧૩૫
પરલોકમાં જુગુણનીય આચરણ કરવું યોગ્ય નથી. તે વિચાર કર, લાંબા કાળ સુધી ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તો પછી હવે વિષયોમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખો સમુદ્ર તરી ગયા પછી ખાબોચિયામાં કોણ ડૂબે ?' વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કંઈ અસર થઈ નહિ.
આષાઢાભૂતિએ કહ્યું કે “ભગવદ્ ! આપ કહો છો તે બધું બરાબર છે, પરંતુ પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી વિષયના વિરાગરૂ૫ મારું ક્વચ નિર્બળતાના યોગે સ્ત્રીના કટાક્ષરૂપી બાણોથી જર્જરિત થઈ ગયું છે.” આમ કહી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી પોતાનો ઓઘો ગુરુમહારાજ પાસે મૂકી દીધો. પછી વિચાર કર્યો કે એકાંત ઉપકારી સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવોના બંધુતુલ્ય એવા ગુરુને પૂંઠ કેમ કરાય ?' આમ વિચાર કરી પાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે - “આવા ગુરુની ચરણસેવા ફરીને ક્યારે પ્રાપ્ત થશે ?” આષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યા. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે “મહાભાગ્યવાનું ! આ મારી બે કન્યાનો સ્વીકાર કરો.”
બન્ને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વિશ્વકર્માએ એકાંતમાં પોતાની બન્ને પુત્રીઓને કહ્યું કે તમારામાં આસક્ત થવા છતાં પોતાના ગુરુને સંભાર્યા અને ગુરુ પાસે વેષ મૂકીને આવ્યા તેથી આ આષાઢાભૂતિ ઉત્તમ પ્રકૃતિના લાગે છે, માટે તેમનું ચિત્ત તમારા પ્રત્યે ખેંચાયેલું રહે તે માટે તમારે મદ્યપાન કરવું નહિ. જો મદ્યપાન કરશો તો તમારાથી વિરક્ત થઈ જશે અને પાછા ચાલ્યા જશે. માટે સાવધાનીપૂર્વક વર્તવું.
આષાઢાભૂતિ નટને ત્યાં રહેતા પોતાના બુદ્ધિપ્રાગભ્યથી અને વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશયથી સઘળા નટોમાં મુખ્ય નટ બની ગયો અને ખૂબ કુશલતા પ્રાપ્ત કરી લીધી.
આષાઢાભૂતિના અભિનય આદિના કારણે જ્યાં જાય ત્યાંથી ખૂબ ધન, વસ્ત્ર, અલંકારો પ્રાપ્ત થવા લાગ્યા.
એક વખત રાજાએ આજ્ઞા કરી “આજે સ્ત્રીપાત્ર વગરનું નાટક કરવું.”
આથી બધા નટો પોતપોતાની સ્ત્રીઓને ઘેર મૂકીને રાજસભામાં ગયા. આષાઢાભૂતિ પણ પોતાની બન્ને સ્ત્રીઓને ઘેર મૂકીને રાજસભામાં ગયા.