________________
૧૩૩
૯. માયાપિંડ દોષ
माया विविहरूवं आहारकारणे कुणइ ।
આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, યોગ, અભિનય આદિથી પોતાના રૂપમાં ફે૨ફા૨ ક૨ીને આહાર મેળવવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે.
દૃષ્ટાંત
રાજગૃહી નગરીમાં સિંહસ્થ નામના રાજા રાજ્ય કરતા હતા.
તે નગરમાં વિશ્વકર્મા નામનો પ્રખ્યાત નટ રહેતો હતો. તેને સઘળી કળામાં કુશલ અતિસ્વરૂપવાન, મનોહર એવી બે કન્યાઓ હતી.
શ્રી ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્યો હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા.
એક વાર આષાઢાભૂતિ નગ૨માં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકર્મા નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મોદક આપ્યો તે લઈને મુનિ બહાર નીકળ્યા.
અનેક વસાણાથી ભ૨પૂર, સુગંધીવાળો મોદક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે ‘આ ઉત્તમ મોદક તો આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આવો મોદક ફરી ક્યાં મળવાનો છે ? માટે રૂપ બદલીને બીજો લાડવો લઈ આવું.’ આમ વિચાર કરીને પોતે એક આંખે કાણા બની ગયા અને પાછા ‘ધર્મલાભ' આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડવો મળ્યો. વિચાર કર્યો કે ‘આ મોદક તો