________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ઉપાધ્યાયને આપવો પડશે.' એટલે પાછા કૂબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડવો મેળવ્યો. ‘આ તો સંઘાટ્ટક સાધુને આપવો પડશે.' એટલે કોઢિઆનું રૂપ બનાવીને ચોથો લાડવો લઈ આવ્યા.
૧૩૪
પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે ‘જો આ નટ બને તો ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કોઈ પણ ઉપાયે આને વશ કરવો જોઈએ.' વિચાર કરતાં ઉપાય મળી આવ્યો. ‘મારી બન્ને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોશિયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.'
વિશ્વકર્મા નીચે ઊતર્યો અને તુરત સાધુને પાછા બોલાવ્યા અને લાડવાથી પાતરું ભરી દીધું અને કહ્યું કે ‘ભગવન્ ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજો.’
આષાઢાભૂતિ ભિક્ષા લઈને ઉપાશ્રયે પહોંચ્યા.
આ બાજુ વિશ્વકર્માએ પોતાના કુટુંબને સાધુના રૂપ-પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બોલાવીને કહ્યું કે ‘આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદરપૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યાર પછી કહેવું કે ‘અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમો અમારો સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરો.'
આષાઢાભૂતિ મુનિ તો મોદક વગેરેના આહા૨માં આસક્ત બની ગયા અને રોજ વિશ્વકર્મા નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાઓ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે.
આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષાવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાએ લગ્નની માગણી કરી.
ચારિત્રાવરણ કર્મનો જોરદાર ઉદય જાગ્યો. ગુરુનો ઉપદેશ વિસરી ગયા, વિવેક નાશ પામ્યો, કુલજાતિનું અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ‘આ મારો મુનિવેષ મા૨ા ગુરુને સોંપીને પાછો આવું છું.'
ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુમહારાજે કહ્યું કે ‘વત્સ ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને