________________
માનપિંડ દોષ
૧૨૯
આ સાંભળી ચોરા ઉપર બેઠેલા બીજા માણસોએ પૂછ્યું કે ‘તે સ્ત્રીપ્રધાન છ પુરુષો ક્યા ? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરો છો ?
ગુણચંદ્ર મુનિએ કહ્યું કે ‘સાંભળો ! તેમના નામો ૧. શ્વેતાંગુલી, ૨. બકોડ્ડાયક, ૩. કિંકર, ૪. સ્નાયક, પ. ગૃધ્ર ઇવ ચિંખી (ગીધડાની જેમ કૂદના૨) અને ૬. હદજ્ઞ. બાળકના મલમૂત્ર સાફ કરનાર.)
લોકોએ પૂછ્યું કે ‘તેમનાં આવાં નામો શાથી પડ્યાં ?'
સાધુએ તે દરેકની કથા કહેવા માંડી.
o. શ્વેતાંગુલી-કોઈ એક ગામમાં એક પુરુષ પોતાની સ્ત્રીની ઇચ્છા મુજબ વર્તનારો હતો. તેને સવારમાં જ ભૂખ લાગતી એટલે પોતાની પત્ની પાસે ખાવાનું માગતો, ત્યારે સ્ત્રી કહેતી કે ‘મને તો આળસ આવે છે માટે તમે ઊઠો અને ચૂલામાંથી રાખ કાઢી નાખો, પછી પાડોશીને ત્યાંથી અગ્નિ લાવીને ચૂલો સળગાવો, પછી તેના ઉ૫૨ વાસણ મૂકો અને રસોઈ તૈયાર કરો. રસોઈ તૈયાર થાય એટલે મને કહેજો, એટલે હું આવીને તમારી થાળીમાં ભોજન પીરસી આપીશ' સ્ત્રીના કહેવા પ્રમાણે આ ભાઈ રોજ કરતા હતા. રાખ કાઢવાથી તેની આંગળીઓ સફેદ થઈ ગઈ હતી. સફેદ આંગળીઓ જોતાં લોકોએ મશ્કરીમાં તેનું ‘શ્વેતાંગુલી’ નામ પાડ્યું.
૨. બકોડ્ડાયક-એક ગામમાં એક પુરુષને પોતાની સ્ત્રીનું મુખ જોવામાં જ આનંદ આવતો, તેથી તેની આજ્ઞા પ્રમાણે વર્તતો. એક વખતે તેની સ્ત્રીએ કહ્યું કે ‘મને આળસ બહુ ચઢે છે એટલે તમે જ તળાવેથી પાણીનું બેડું ભરીને લઈ આવો.’ દેવતાના આદેશની માફક સ્ત્રીના આદેશને માનતો. ‘જેવી તમારી આજ્ઞા' આમ બોલીને પાણી લેવા જતો. પરંતુ દિવસે લોકો જોઈ ન જાય તેથી સવા૨માં વહેલો ઊઠીને દરરોજ તળાવે પાણી ભરવા જતો. તેના જવા-આવવાના પગના અવાજથી અને તળાવમાં ઘડો ભરતા પાણીના બુડબુડ અવાજથી કાંઠે બેઠેલાં કે ઝાડ ઉપર બેઠેલાં બગલાં ઊડવા લાગતાં. લોકોને આ વાતની ખબર પડી એટલે તેનું ‘બકોડ્ડાયક’ એટલે બગલાં ઉડાડનાર નામ પાડ્યું.
૩. કિંકર-(નોકર) કોઈ ગામમાં એક પુરુષ સ્ત્રીના સ્તન, જઘન આદિના સ્પર્શમાં લુબ્ધ હોવાથી, સ્ત્રીની આજ્ઞા મુજબ વર્તતો હતો. તે પુરુષ સવારમાં ઊઠીને પોતાની સ્ત્રીને પૂછતો કે ‘હે પ્રિયે ! હું શું કરું ?' સ્ત્રી કહે કે ‘જાઓ તળાવેથી પાણી ભરી લાવો.' પેલો પુરુષ તળાવેથી પાણી ભરી લાવે અને આવીને