________________
૧૨૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ સાંભળી અભિમાનમાં આવેલો ગુણચંદ્ર મુનિ બોલ્યો કે “સારું, તમારી જેવી ઇચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.” એવી પ્રતિજ્ઞા કરીને મોટું નંદીપાત્ર લઈને સેવો લેવા માટે નીકળ્યો.
ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણી સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઈને અનેક પ્રકારનાં વચનો બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સેવા આપવાની સાફ ના પાડી. અને કહ્યું કે “તને તો જરા પણ ન આપું.” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે હું તારે ઘેરથી જ અવશ્ય ઘી-ગોળ સાથે સેવ લેવાનો.'
સુલોચના પણ અભિમાનપૂર્વક બોલી કે “જો તું આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તો મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજજે.' અર્થાત્ મારું નાક કાપ્યું એમ જાણજે. ક્ષુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.” પછી ઘરમાંથી બહાર નીકળીને કોઈને પૂછ્યું કે “આ કોનું ઘર છે ?' તેણે કહ્યું કે વિષ્ણુમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે ? અત્યારે ચોરા ઉપર હશે.
ગુણચંદ્ર મુનિ ચોરા ઉપર પહોંચ્યો અને ત્યાં જઈને પૂછયું કે “તમારામાં વિષ્ણમિત્ર કોણ છે ?” ‘તમારે તેમનું શું કામ છે ?' મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે.”
તે વિષ્ણુમિત્ર, આ બધાનો બનેવી જેવો થતો હતો એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તો કૃપણ છે, એ તમોને કાંઈ આપે એવો નથી, માટે અમારી પાસે જ જે માગવું હોય તે માગો.” | વિષ્ણુમિત્રને થયું કે આ તો મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું કે હું વિષ્ણમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગો, આ બધા મશ્કરીમાં બોલે છે તે તમે ગણશો નહિ.”
ત્યારે સાધુએ કહ્યું કે જો તમે સ્ત્રીપ્રધાન છે પુરુષોમાંના એકે ન હો તો હું માગું”