________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
પાછો પૂછે કે ‘હે પ્રાણેશ્વરી ! હવે શુ કરું ?' સ્ત્રી કહે કે ‘જાઓ, કોઠીમાંથી ચોખા કાઢીને છડો.' ભાઈસાહેબ, ચોખા છડવા માંડે તે પૂરા થાય એટલે પાછો પૂછે કે ‘હવે શું કરું ?’ સ્ત્રી કહે તે મુજબ બધું કરે. ભોજન કર્યા બાદ સ્ત્રી કહે કે ‘મારા પગ ધોઈને પગે ઘી ઘસો' એમ એક પછી એક કામ બતાવે અને આ ભાઈ નોકરની જેમ બધું કામ કરે જાય. આ વાતની લોકોને ખબર પડી એટલે લોકોએ તેનું નામ ‘કિંકર’ પાડ્યું.
૧૩૦
૪. સ્નાયક-સ્ત્રીને વશવર્તી એક પુરુષ હતો. એક વખતે તે પુરુષે પોતાની પત્નીને કહ્યું કે ‘હે પ્રિયે ! મારે સ્નાન કરવું છે' સ્ત્રીએ કહ્યું કે ‘તમારે સ્નાન કરવું હોય તો આમલાં લઈને પત્થર ઉપર વાટો, પછી સ્નાન કરવાની પોતડી પહેરો, પછી શરીર ઉપર તેલ ચોળો, પછી હાથમાં ઘડો લઈને તળાવે જાવ, ત્યાં સ્નાન કરીને વળતા ઘડો પાણી ભરીને લેતા આવજો.’ તે પુરુષ ‘જેવી આપની આજ્ઞા' કહીને સ્ત્રીના કહેવા પ્રમાણે કરતો. લોકોને આ વાતની ખબર પડી, એટલે તેનું નામ ‘સ્નાયક’ રાખ્યું.
૫. ગૃધ્ર ઇવ પિંખી-(ગીધની જેમ કૂદનાર) કોઈ એક ગામમાં સ્ત્રીનો આદેશકારી એક પુરુષ હતો. તેણે ભોજન વખતે સ્ત્રીની સામે આસન ઉપર બેસીને ભોજન માગ્યું. એટલે સ્ત્રીએ કહ્યું કે ‘થાળી લઈને મારી પાસે આવો.’ એટલે તે પુરુષ થાળી લઈને સ્ત્રીની પાસે ગયો અને બોલ્યો કે ‘તમે જે આજ્ઞા કરો તે મારે પ્રમાણ છે.’ સ્ત્રીએ થાળીમાં ભોજન પીરસ્યું અને કહ્યું કે ‘જાવ તમારી જગ્યાએ જઈને ખાવ.' એટલે તે પુરુષ આસન ઉપર ગયો અને ખાવા લાગ્યો. ખાતાં ખાતાં ઓસામણ માગ્યું, એટલે સ્ત્રીએ કહ્યું કે ‘થાળી લઈને અહીં આવો' એટલે તે થાળી લઈને ગીધની જેમ કૂદકો મારતો મારતો ત્યાં આવ્યો. સ્ત્રીએ ઓસામણ આપ્યું એટલે પાછો થાળી લઈને ગીધની જેમ કૂદકા મારતો પોતાની જગ્યાએ ગયો. આ પ્રમાણે જે માગે તે લેવા સ્ત્રી પોતાની પાસે બોલાવીને આપે. દરેક વખતે ગીધની જેમ કૂદકા મારતો જાય અને કૂદકા મારતો આવે. આ વાત લોકોના જાણવામાં આવી. એટલે તેનું નામ પણ ‘ગુપ્ર ઇવ ચિંખી' પાડ્યું.
૬. હદજ્ઞ-(છોકરાના બાળોતિયાં ધોનાર) સ્ત્રીના મુખને જોઈને બેસી રહેનારો એક પુરુષ હતો. તે સ્ત્રીના કહ્યા મુજબ બધું કરનારો હતો. સ્ત્રીની સાથે વિષયસુખને અનુભવતાં એક પુત્ર થયો તે ઘોડિયામાં ટટ્ટી-પેસાબ કરે. તેથી બાળકનું શરીર, વસ્ત્ર, ઘોડિયું વગેરે બગડે, એટલે સ્ત્રી પોતાના પતિને કહે,