________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી.
બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી.
એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમનો ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી.
८०
કર્મસંયોગે ધનદત્ત દરિદ્ર થઈ ગયો, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું.
શ્રી ક્ષેમંકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે ‘જો હું ભાઈના ઘેર જઈશ તો મારી બહેનને એમ થશે કે ‘ગરીબ હોવાથી ભાઈમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઈને ઘેર ગયા. આથી તેના મનને દુઃખ થશે.'
આમ વિચા૨ ક૨ી અનુકંપાથી ભાઈને ત્યાં નહિ જતાં, બહેનને ત્યાં ગયા.
ભિક્ષા વખત થતાં બહેન વિચા૨વા લાગી કે ‘એક તો ભાઈ, બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર તો કોદ્રા રાંધેલા છે, તે ભાઈમુનિને કેમ અપાય ? શાલી ડાંગરના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કોદ્રા આપીને ભાત લઈ આવું અને મુનિને આપું.' આ પ્રમાણે વિચાર કરીને કોદ્રા લઈને બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કોદ્રા આપીને ભાત લઈને આવી. તે ભાત ભાઈમુનિને વહોરાવ્યા.
દેવદત્ત જમવા બેઠો ત્યારે બંધુમતીએ કહ્યું કે ‘આજ તો કોદ્રા ખાવાના છે,’ દેવદત્તને ખબર નહિ કે ‘મારી બહેન લક્ષ્મી કોદ્રા આપીને ભાત લઈ ગઈ છે.' આથી દેવદત્ત સમજ્યો કે ‘આને કૃપણતાથી આજે કોદ્રા રાંધ્યા છે.' આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો કે ‘આજ ભાત કેમ રાંધ્યા નહિ.’
બંધુમતી બોલી કે ‘મને મારો છો શાના ? તમારી બહેન કોદ્રા મૂકીને ભાત લઈ ગઈ છે.’
આ તરફ ધનદત્ત જમવા બેઠો ત્યારે સાધુને વહોરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે ‘આજે ભાત ક્યાંથી ?’
લક્ષ્મીએ કહ્યું કે ‘આજે મારા ભાઈમુનિ આવેલા છે, તેમને કોદ્રા કેમ અપાય ? આથી મારી ભાભીને કોદ્રા આપીને ભાત લઈ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.’