________________
અભ્યાહત દોષ
૬. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજા ગામથી લાવેલો.
બીજા ગામથી લાવવાના પ્રકારો 1 જળમાર્ગે-૧ પાણીમાં ઊતરીને, ૨. પાણીમાં તરીને, ૩. ત્રાપામાં બેસીને, ૪. હોડી આદિમાં બેસીને લાવેલા.
જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જીવોની વિરાધના થાય તથા ઊતરીને આવવામાં પાણીની ઊંડાઈનો ખ્યાલ ન રહે તો ડૂબી જાય અથવા તો જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય.
2 જમીન માર્ગે-પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા.
જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના યોગે તાવ આવી જાય, ચોર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.
૭. સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલો. ૮. સાધુને ખબર પડે તે રીતે તે જ ગામથી લાવેલો.
ગામમાંથી લાવવાના પ્રકારો સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે. ૨. ઘર બંધ હોય તેથી વહોરાવવાનો લાભ મળ્યો ન હોય. ૨. રસોઈ થઈ ન હોય તેથી લાભ મળ્યો ન હોય. ૩. રસોઈ રાંધતા હોય તેથી લાભ મળ્યો ન હોય. ૪. સ્વજન આદિ ભોજન કરતા હોય તેથી લાભ મળ્યો ન હોય. ૫. સાધુ ગયા બાદ કોઈ સારી વસ્તુ આવી હોય એટલે લાભ લેવાનું મન થાય.
૬. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમાં હોય વગેરે કારણોએ શ્રાવિકા આહાર લઈને ઉપાશ્રયે આવે અને જણાવે કે “આ કારણથી મને લાભ મળ્યો નથી, માટે હવે મને લાભ આપો.”
આમ સાધુને ખબર પડે તે રીતે તે તે ગામમાંથી લાવેલ કહેવાય.