________________
ધાત્રીપિંડ દોષ
૧૧૩
ક્ષીરોદધિ જળના જેવા નિર્મળ હૃદયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ ! ઉપાશ્રયની અંદર આવી જા.'
દત્તમુનિએ કહ્યું કે “ભગવન્! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હોવાથી બારણું પણ દેખાતું નથી.
અનુકંપાથી આચાર્યે પોતાની આંગળી ઘૂંકવાળી કરીને ઊંચી કરી, તો તેનો દીવાની જ્યોત જેવો પ્રકાશ ફેલાયો.
દુરાત્મા દત્તમુનિ વિચારવા લાગ્યો કે “અહો ! આ તો પરિગ્રહમાં અગ્નિ-દીવો પણ પાસે રાખે છે ?'
આચાર્ય પ્રત્યે દત્તે આવો ભાવ કર્યો, ત્યાં દેવે તેની નિર્ભર્સના કરીને કહ્યું કે દુષ્ટ, અધમ ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આવો દુષ્ટ વિચાર કરે છે ? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં તું આવું દુષ્ટ ચિતવે છે ?' એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાનો નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પોતાની આંગળી ઘૂંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે. - શ્રી દત્તમુનિને પોતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયો, તુરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ પ્રથમ ધાત્રીપિંડ દોષ નિરૂપણ.