________________
ધાત્રીપિંડ દોષ -
-
૧૧૧
વગેરે જાણી લઈને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દોષો એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે.
છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉડાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દોષો રહેલા હોવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ.
આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાકીના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદોષ લાગે છે.
દષ્ટાંત શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષણ થતાં અર્થાત્ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલ્લેકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતો.
એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પોતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગચ્છ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા.
આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો કલ્પી, યતનાપૂર્વક માસકલ્પ સાચવતા હતા. (ચોમાસાના ચાર મહિનાનો એક કલ્પ અને આઠ મહિના મહિને મહિને એક એક કલ્પ) આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા.
એક વખતે શ્રી સિંહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મોકલ્યો. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા, તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસિકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિ.' આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઊતર્યો નહિ પણ બહારની ઓસરીમાં મુકામ કર્યો.
ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂછ્યા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલ્યો છે.” આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે “અહીં કોઈ જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.' ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દસ્તમુનિને સાથે લઈને ગોચરી નીકળ્યા. અંત