________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
વિશાલપુરના લોકો હલ્લો લઈને આવ્યા, ત્યારે ગોકુલ ગામવાળાઓએ સામનો કર્યો. પરસ્પર ભારે ૨મખાણ મચી ગયું. ઘણા માણસો મૃત્યુ પામ્યા. તેમાં દેવકીનો પતિ સુંદર અને પુત્ર બલિષ્ઠ તથા રેવતીનો પતિ સંગમ, જે દેવકીનો જમાઈ થતો હતો તે મૃત્યુ પામ્યા.
૧૧૩
દેવકીનો પતિ, પુત્ર અને જમાઈ ત્રણે આ રીતે મૃત્યુ પામ્યાના સમાચાર મળતાં દેવકી ખૂબ વિલાપ કરવા લાગી. લોકો તેને સાત્ત્વન આપવા લાગ્યા અને કહ્યું કે ‘જો ગોકુલ ગામના લોકોને ખબર ન પડી હોત તો, યુદ્ધ થાત નહિ અને તારા પતિ, પુત્ર અને જમાઈ મૃત્યુ પામત નહિ. કયા દુરાત્માએ ત્યાં જઈને ખબર આપી દીધી હશે કે જેથી ઘણા મૃત્યુ પામ્યા.'
આ સાંભળી દેવકી ગુસ્સામાં બોલી - મેં જ અભાગણીએ અજાણતા મારા પિતામુનિ સાથે સંદેશો કહેવરાવી મારી પુત્રીને ખબર અપાવ્યા હતા. પરંતુ તે સાધુ વેવિડંબકે બધાનાં મોત કરાવ્યાં.
આથી ધનદત્ત મુનિ સ્થાને સ્થાને ધિક્કાર પામ્યા અને તેમણે જૈનશાસનનો ઉડ્ડાહ કરાવ્યો. માટે સાધુએ દૂતીપણું કરવું ન જોઈએ.
ઇતિ દ્વિતીય દૂતીપિંડ દોષ નિરૂપણ.