________________
૧૧૯
૪. આજીવિકાપિંડ દોષ
जाई कुल गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । સૂયાણ અસૂયા! વ ગપ્પાળ દેહિ ને ।।૬।। (પિં. નિ. ૪૩૭)
આજીવિકા પાચ પ્રકારે થાય છે. ૧ જાતિસંબંધી, ૨ કુલસંબંધી, ૩ ગણસંબંધી, ૪ કર્મસંબંધી, ૫ શીલ્પસંબંધી. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે બોલે કે જેથી ગૃહસ્થ સમજે કે ‘આ અમારી જાતિ આદિનો છે અથવા તો સ્પષ્ટ ભાષામાં કહે કે ‘હું બ્રાહ્મણ આદિ છું.’ આ રીતે પોતાને તેવા ઓળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે
આજીવિકા દોષવાળી કહેવાય છે.
? જાતિ-બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની-માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય.
ર કુલ-ઉગ્રકુલ, રાજન્યકુલ, ભોગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલાં સંબંધી કુલ કહેવાય.
૩ ગણ-મલ્લ આદિનો સમૂહ.
૪ કર્મ-ખેતી આદિનું કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર.
૫ શિલ્પ-તૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર.
કોઈ એમ કહે છે કે ‘ગુરુ વિના ઉપદેશ કરાયું-શીખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું-કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ.