________________
૧૧૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સ્ત્રીનું ચારિત્ર જોઉં કે સુશીલા છે કે દુશીલા છે ?' પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામ્યો. પૂછ્યું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી ?'
સંબંધીઓએ કહ્યું કે તમારી પત્નીએ કહ્યું એટલે અમે આવ્યા. બીજું કંઈ અમે જાણતા નથી.”
મુખી ઘેર આવ્યો અને પોતાની પત્નીને પૂછ્યું કે “મારા આગમનની તને શી રીતે ખબર પડી ?'
સ્ત્રીએ કહ્યું કે “અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.” મુખીએ પૂછ્યું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાતરી છે ?”
સ્ત્રીએ કહ્યું કે “તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી, જે વાતચીત કરેલી તથા મેં જે સ્વપ્ન જોયેલાં તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચું હોવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતો અને તેથી તમને લેવા માટે બધાને સામે મોકલ્યા હતા.'
આ સાંભળતાં મુખીને ઇર્ષ્યા આવી અને રોપાયમાન થયો. સાધુ પાસે આવીને રોષપૂર્વક પૂછયું કે “બોલ ! આ ઘોડીના પેટમાં વછેરો છે કે વછેરી છે ?'
સાધુએ કહ્યું કે “તેના પેટમાં પાંચ લક્ષણવાળો વછેરો છે.”
મુખીએ મનમાં વિચાર્યું કે “જો આ સાચું પડશે તો મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.”
મુખીએ ખાતરી કરવા માટે ઘોડીનું પેટ ચીરી નાંખ્યું અને જોયું તો મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળો ઘોડો હતો, આ જોતાં તેનો ક્રોધ શાંત થઈ ગયો અને મુનિને કહ્યું કે “જો તમારા કહ્યા પ્રમાણે ન હોત તો આજે તમે જીવતા રહ્યા ન હોત.'
આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દોષો રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ તૃતીય નિમિત્તપિંડ દોષ નિરૂપણ.