________________
૧૨૦
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દષ્ટાંત
કોઈ સાધુએ ભિક્ષા ભમતાં કોઈ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હોમાદિ ક્રિયા બરાબર કરતો જોઈને પોતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે “તમારો પુત્ર હોમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકુલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે અથવા તો કહે કે “તમારા આ પત્રમાં આચાર્યના ગુણો દેખાય છે તેથી નક્કી મહાન આચાર્ય થશે.”
આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે “તમે હોમાદિ ક્રિયા વગેરે બરાબર જાણો છો તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગો છો. જો બ્રાહ્મણ ન હો તો આ બધું બરાબર શી રીતે જાણી શકો ?”
સાધુ મૌન રહે. આ પ્રમાણે સાધુએ આડકતરું કહીને જે પોતાની જાતિ જણાવી તે બોલવાની કળા વડે જણાવી કહેવાય અથવા તો સાધુ સ્પષ્ટ કહે કે “હું બ્રાહ્મણ છું.'
જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો “આ અમારી જાતિનો છે.” એમ સમજી સારો સારો અને વધારે પ્રમાણમાં આહાર આપે. જો તે બ્રાહ્મણ દ્વેષી હોય તો “આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે.” આમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકે.
આ પ્રમાણે કુલ, ગુણ, કર્મ, શિલ્પમાં દોષો સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દોષવાળી કહેવાય. સાધુને આવો પિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ ચતુર્થ આજીવિકાપિંડ દોષ નિરૂપણ.