________________
દૂતીપિંડ દોષ
૧૧૫
કહી દે.' આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સંઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે “મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે બોલવાથી સંઘાટ્ટક સાધુને દૂતીપણાની ખબર ન પડે.
સાંકેતિક ભાષામાં કહે તો તેમાં બીજાને ખબર ન પડે. દૂતીપણું કરવામાં અનેક દોષો રહેલા છે.
દષ્ટાંત વિશાલપુર નામના નગરમાં ધનદત્ત નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને પ્રિયમતી નામની પત્ની અને દેવકી નામની પુત્રી હતી.
દેવકીને તે જ ગામમાં સુંદર સાથે પરણાવી હતી. તેને બલિષ્ઠ નામનો પુત્ર અને રેવતી નામની પુત્રી હતી.
રેવતીને વિશાલપુરની નજીકમાં ગોકુલ ગામમાં સંગમ સાથે પરણાવી હતી. પ્રિયમતી મૃત્યુ પામતાં ધનદત્તે દીક્ષા લીધી હતી અને ગુરુની સાથે વિચરતા હતા.
કોઈ એક વખતે ધનદત્તમુનિ વિશાલપુર નગરમાં આવ્યા અને દેવકીની વસતિમાં ઊતર્યા.
તે વખતે વિશાલપુરના લોકો અને ગોકુલ ગામના લોકોને પરસ્પર વૈરભાવ ચાલતો હતો. આથી વિશાલપુરવાળા લોકોએ મંત્રણા કરેલી કે “અમુક દિવસે ગુપ્ત રીતે ગોકુલગામ ઉપર હુમલો કરવો.”
દેવકીને પણ આ વાતની ખબર હતી. તેથી જ્યારે ધનદત્ત મુનિ ભિક્ષાએ જવા તૈયાર થયા એટલે દેવકીએ પોતાના પિતા ધનદત્ત મુનિને કહ્યું કે “તમો ગોકુલ ગામમાં જાવ છો તો તમારી પૌત્રી અને મારી પુત્રી રેવતીને કહેજો કે આ ગામવાળા અમુક દિવસે ગુપ્ત રીતે તમારા ગામ ઉપર હુમલો કરવાના છે. માટે તારી કીમતી વસ્તુઓ વગેરે સંતાડીને રાખજે.”
ધનદત્ત મુનિએ તે સંદેશો રેવતીને ત્યાં જઈને કહ્યો. રેવતીએ પોતાના પતિને વાત કરી. તેના પતિએ ગામલોકોને વાત કરી. આથી આખું ગોકુલગામ સામનો કરવા માટે તૈયાર થઈને રહ્યું.