________________
૧૧૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
વળી કહે કે “બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરોગી અને દીર્ઘ આયુષ્યવાળો થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂર્ખ, રોગી અને અલ્પ આયુષ્યવાળો થાય.' લોકમાં પણ કહેવત છે કે “પુત્રનું મુખ દુર્લભ' અર્થાત્ પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવો. જો તમે સ્તનપાન નહિ કરાવો તો હું બાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવરાવું.” આ પ્રમાણે બોલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ કહેવાય.
આ પ્રકારનાં વચનો સાંભળી, જો તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તો ખુશ થાય અને સાધુને સારો સારો આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકર્માદિ આહાર પણ બનાવે.
તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હોય તો સાધુના આવા વચનો સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદો પડી જાય તો સાધુની નિંદા કરે, શાસનનો ઉડ્વાહ કરે, લોકોને કહે કે “તે દિવસે સાધુએ બાળકને બોલાવ્યો હતો કે દૂધ પીવરાવ્યું હતું કે બીજે જઈને સ્તનપાન કરાવી આવ્યો હતો એટલે મારું બાળક બીમાર થઈ ગયું. અથવા તો કહે કે “આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે.” અથવા પોતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ ખરાબ આચરણવાળો છે, મૈથુનની અભિલાષા રાખે છે.' વગેરે વાતો કરીને શાસનની હીલના કરે વગેરે ધાત્રીપિંડ ગ્રહણ કરવામાં દોષો રહેલા છે.
ધાત્રીપણું કરવાનો બીજો પ્રકાર-ભિક્ષાએ ફરતાં કોઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જોઈને પૂછે કે “કેમ આજે ચિંતાતુર દેખાઓ છો ?
સ્ત્રી કહે કે “જે દુ:ખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુ:ખ કહ્યું હોય તો દુ:ખ દૂર થાય. તમને કહેવાથી શું ?'
સાધુ કહે કે “હું તમારા દુ:ખમાં સહાયક થઈશ, માટે તમારે જે દુ:ખ હોય તે મને કહો.”
સ્ત્રી કહે કે “મારે ઘેર ધાત્રી હતી તેને અમુક શેઠ પોતાના ઘેર લઈ ગયા છે, હવે બાળકને હું કેવી રીતે સાચવી શકાશ તેની ચિંતા છે.”
આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશો નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પાછી તમારી પાર્સ આવી જશે. હું થોડા ટાઇમમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.
પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરનો બાંધો, સ્વભાવ, દેખાવ