________________
૧૦૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
અનિસૃષ્ટમાં તે તે ચીજનો રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણા હોય છે.
સાધારણ અનિસૃષ્ટમાં પહેલા દરેક સ્વામીએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપે તો તે આહાર સાધુને લેવો કલ્પી શકે.
જો એકને વહોરાવવા માટે રજા આપીને સર્વ માલિક અન્ય સ્થળે ગયા હોય તો તેવા કારણે તેઓની ભિક્ષા માલિકની ગેરહાજરીમાં પણ ગ્રહણ કરી શકાય.
હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હોય. હાથીનો મહાવત તે વસ્તુ મુનિને આપે તો મુનિને તે લેવું કહ્યું નહિ. જો ગ્રહણ કરે તો નીચેના દોષો લાગે.
૨. હાથીનું ભોજન એ રાજાનું ભોજન એટલે તે રાજપિંડ કહેવાય.
૨. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તો રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે.
૩. હાથીના આહારમાં એટલો અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે. ૪. હાથીના મહાવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું ?” તેથી કદાચ મહાવતને રજા આપે કે દંડ કરે, સાધુનિમિત્તે મહાવતની નોકરી જાય.
૫. અદત્તાદાનનો દોષ સાધુને લાગે.
૬. મહાવત પોતાનો પિંડ પણ હાથીના દેખતા આપે તો હાથીને એમ થાય કે “મારા ભોજનમાંથી આ મુંડિયો રોજ ગ્રહણ કરે છે.” એ કારણે હાથી રોપાયમાન થાય અને રસ્તામાં કોઈ વખતે સાધુને જોતાં સાધુને મારી નાંખે કે ઉપાશ્રય ભાંગી નાખે.
મહાવતની માલિકીનું હોય તો પણ હાથીના દેખતા સાધુને આહાર લેવો કલ્પ નહિ.
ઇતિ પંચદશ અનિકૃષ્ટ દોષ નિરૂપણ.