________________
૯૮
શ્રી પિડનિયુક્તિ-પરાગ
સાધારણ અનિસૃષ્ટિનું ઉદાહરણ રત્નપુર નગરમાં માણિભદ્ર આદિ બત્રીસ મિત્રો ઉજાણી કરવા ઉદ્યાનમાં ગયા હતા. ઉજાણીમાં ખાવા માટે બત્રીસ લાડવા બનાવ્યા. એક મિત્રને તે લાડવા સાચવવા માટે મૂકીને બાકીના એકત્રીસ મિત્રો સ્નાન કરવા માટે નદી ઉપર ગયા.
એટલામાં રસનાના લાલચુ કોઈ સાધુએ લાડવા જોયા. લાડવા મેળવવા માટે તે માણસ પાસે આવીને “ધર્મલાભ આપ્યો અને લાડવાની માગણી કરી.
લાડવા સાચવનારે કહ્યું કે “ભગવદ્ ! આ લાડવા મારા એકલાના નથી, પરંતુ બીજા પણ એકત્રીસ મારા મિત્રોના છે, માટે તેમની રજા સિવાય હું કેવી રીતે આપી શકું ?' સાધુએ કહ્યું કે તે તારા મિત્રો ક્યાં ગયા છે ? નદીએ સ્નાન કરવા ગયા છે.” “તો શું બીજાના લાડવામાંથી તું પુણ્ય કરી શકતો નથી ?'
છતાં પણ પેલો આપતો નથી. એટલે સાધુએ કહ્યું કે “તું તો મૂર્ખ છે, બીજાના લાડવા પણ મને આપીને તું પુણ્ય કરતો નથી, પરંતુ તે વિચાર કર કે બત્રીસ લાડવામાંથી તારા ભાગમાં તો એક જ લાડવો આવશે, તને તો એક લાડવાના બદલામાં કેટલો બધો લાભ મળશે ? આ વાત તું હૃદયમાં બરાબર વિચારી શકતો હોય તો બધા લાડવા મને આપી દે.”
પેલાએ બધા લાડવા મુનિને આપી દીધા.
પાત્રામાં લાડવા ભરીને હર્ષ પામતા મુનિ પોતાના સ્થાન તરફ જવા લાગ્યા. થોડું ગયા હશે ત્યાં સામેથી પેલા એકત્રીસ મિત્રો મળ્યા. તેઓએ પૂછ્યું કે “ભગવન્! તમને શું મળ્યું ?'
સાધુ વિચારવા લાગ્યા કે “આ બધા લાડવાના માલિક છે, જો હું એમ કહ્યું કે મને લાડવા મળ્યા” તો આ લોકો બધા લાડવા પાછા લઈ લેશે. માટે એમ કહ્યું કે મને કંઈ મળ્યું નથી.' સાધુએ કહ્યું કે “મને કંઈ મળ્યું નથી.'
સાધુની ઝોળી ભારે દેખવાથી, માણિભદ્ર વગેરેને શંકા પડી એટલે સાધુને કહ્યું કે “તમારી ઝોળી બતાવો.”
સાધુ ઝોળી બતાવતા નથી, એટલે માણિભદ્ર વગેરેએ બલાત્કારે ઝોળી જોઈ