________________
અનિકૃષ્ટ દોષ
તો અંદર પાત્રામાં લાડવા દેખ્યા. એટલે સાધુ ઉપર ગુસ્સે થયા. પકડીને લાડવા સાચવનાર પાસે લઈ ગયા અને પૂછ્યું કે “તેં બધા લાડવા મુનિને આપી દીધા ?'
પેલાને ભય લાગ્યો એટલે જવાબ આપ્યો કે “મેં એને લાડવા આપ્યા નથી.”
માણિભદ્ર વગેરે સાધુને કહેવા લાગ્યા કે “અરે પાપી ! વેશવિડંબક ! આવી રીતે ઉઠાવગિરિ કરે છે ? મુદ્દામાલ સાથે ચોર બરાબર હાથમાં આવ્યો છે, હવે તું ક્યાં જવાનો છે ?' આમ કહી બધા લાડવા પાછા લઈ લીધા, ઉપરાંત સાધુને વેશઓઘો, કપડાં વગેરે ઝૂંટવી લીધા અને ગૃહસ્થી બનાવીને રાજદરબારમાં લઈ ગયા અને બધો વૃત્તાંત કહ્યો.
ન્યાયાધીશે સાચી હકીકત પૂછી. સાધુ લજ્જાથી કંઈ બોલી શક્યો નહિ.
ન્યાયાધીશે ‘આ સાધુ વેશધારી છે” એમ માની મારી નહિ નાખતાં દેશનિકાલની શિક્ષા કરી.
ઘણાની માલિકીની વસ્તુ બધાની રજા સિવાય ગ્રહણ કરવામાં ઉપર પ્રમાણેના દોષ રહેલા છે. માટે સાધુએ તેવી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ.
ભોજન અનિસૃષ્ટ-બે પ્રકારે. ૧. છિન્ન અને ૨. અછિન્ન. છિન્ન-એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરો આદિ માટે ભોજન તૈયાર કરાવ્યું હોય અને ભોજન દરેકને આપવા માટેનું જુદું જુદું કરી રાખ્યું હોય તે. ભાગ પાડેલું.
અછિન્ન-એટલે બધાને આપવા માટેનું ભેગું હોય, પણ ભાગ નહિ પાડેલું. ભાગ નહિ પાડેલામાં-૧. બધાએ રજા આપેલી અને ૨. બધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હોય તો સાધુએ લેવું કહ્યું. બધાએ રજા ન આપી હોય તો ન કલ્પે.
ભાગ પાડેલું હોય-તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તો સાધુને લેવું કલ્પે. તે સિવાય ન કલ્પે.
સાધારણ અને ભોજન અનિસૃષ્ટમાં ફરક-સાધારણ અને ભોજન અનિસૃષ્ટમાં વાસ્તવિક રીતે પિંડનો જ અધિકાર છે, તેથી લાડુ હોય કે દૂધ હોય, રસોઈ હોય કે શેલડીનો રસ હોય કે કોઈ પણ ભોજન હોય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય, જ્યારે ભોજન