________________
૧૦૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારો કરીને તૈયાર કરેલ ભોજન.
યાવદર્થિક માટે નાખેલું ભોજન તેમાંથી દૂર કરવામાં આવે તો બાકી રહેલું ભોજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુમિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાંખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભોજનમાંથી સાધુને લેવું કલ્પ નહિ, કેમકે તે બધો આહાર પૂતિદોષથી દોષિત ગણાય છે. મિશ્રદોષ અને અધ્યપૂરકદોષમાં ફેર શો ? મિશ્ર નામના દોષમાં પહેલેથી જ પોતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેનો ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યવપૂરક નામના દોષમાં પ્રથમ ગૃહસ્થ પોતાને માટે રાંધવાની શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષુક આદિ માટે ઉમેરો કરે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં આટલો તફાવત છે.
મિશ્ર અને અધ્યવપૂરકની ઓળખાણ-મિશ્ર અને અધ્યપૂરક દોષની પરીક્ષા રસોઈના વિચિત્ર પરિણામ ઉપરથી કરી શકાય છે. જેમકે મિશ્રજાતમાં તો પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હોય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન્ન આદિ જોઈએ તે પ્રમાણે નાખી અધિક રસોઈ બનાવેલ હોય છે, તેથી ભોજનના સૌષ્ઠવમાં ક્ષતિ હોતી નથી. પરંતુ ઘરના માણસ થોડા છે અને આટલી બધી રસોઈ કેમ ? તે વિચારવાથી મિશ્રજાત દોષનું જ્ઞાન થઈ શકે છે.
જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હોવાથી, ભાત પાણીપચા, દાળ આદિના વર્ણ, ગંધ, રસમાં તફાવત-પાતળાપણા આદિનો ફેરફાર હોય છે, તેથી તે રીતે અધ્યવપૂરકદોષનો નિર્ણય કરી શકાય છે.
આ પ્રમાણે ઉદ્ગમના સોળ દોષો થયા. તેમાં કેટલાક વિશોધિકોટિના છે અને કેટલાક અવિશોધિકોટિના છે.
વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિ વિશોધિકોટિ-એટલે જેટલું સાધુ માટે કલ્પેલું કે રાંધેલું હોય તેટલું દૂર કરવામાં આવે તો બાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અર્થાત્ સાધુને લેવું કલ્પી શકે.
અવિશોધિકોટિ-એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરી શકે તેવું. અર્થાત્ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવો એટલે અવિશોધિ કોટિનો આહાર ગ્રહણ થઈ ગયો હોય તો તે પાત્રમાંથી તેવો આહાર કાઢી નાખી