________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
કાઢી મૂકે કે કઠોર શબ્દો સંભળાવે. વગેરે વગેરે દોષો રહેલા છે.
આ પ્રમાણે ગામનો માલિક કે ચોર બીજા પાસેથી બલાત્કારે લઈને ભિક્ષા આપે તો તે પણ સાધુને કહ્યું નહિ.
આમાં વિશેષતા એટલી કે કોઈ ભદ્રિક ચોર સાધુને જોતાં મુસાફરો પાસેથી ભોજન આદિ ઝૂંટવીને સાધુને આપે. તે વખતે જો તે મુસાફરો એમ બોલે કે અમારે સારું થયું કે “ઘી ખીચડીમાં ઢોળાયું.” અમારી પાસેથી લઈને તમને આપે છે, તો બહુ સરસ થયું. અમને પણ પુણ્યનો લાભ મળશે. આ પ્રમાણે બોલે તો સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ ચોરોના ગયા પછી સાધુ તે મુસાફરોને કહે કે “આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લો, કેમકે તે વખતે અમે ચોરોના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તો ચોર કદાચ અમને શિક્ષા કરત.”
આ પ્રમાણે કહેવાથી જો મુસાફરો એમ કહે કે “આ ભિક્ષા તમે જ રાખો, તમે જ વાપરજો, અમારી રજા છે.” તો તે ભિક્ષા સાધુને વાપરવી કલ્પ. જો ૨જા ન આપે તો વાપરવી કહ્યું નહિ.
ઇતિ ચતુર્દશ આચ્છેદ્ય દોષ નિરૂપણ.