________________
અભ્યાહત દોષ
ઉત્કૃષ્ટ સો હાથ ક્ષેત્રની સંભાવના-જ્યાં ઘણા માણસો જમવા માટે બેઠેલા હોય, વચ્ચે લાંબી છીંડી હોય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભોજનની સામગ્રી સો હાથ પ્રમાણ દૂર છે અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું હોવાથી જઈ શકાય એમ ન હોય, ત્યારે સો હાથ દૂર રહેલી વસ્તુ લાવે તો તે સાધુને લેવી કલ્પી શકે.
જઘન્ય ક્ષેત્ર-આપનાર ઊભી હોય કે બેઠેલી હોય, થાળી, તપેલી આદિ વાસણ પોતાના હાથમાં હોય અને તેમાંથી ભોજન આપે તો જઘન્ય ક્ષેત્ર આશીર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ૨. ઘરની અપેક્ષાએ-ત્રણ ઘર સુધીનું લાવેલું. લાઇનસર ત્રણ ઘરો હોય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરોમાં એષણાનો ઉપયોગ રાખતો હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવો કલ્પ નહિ.
ઇતિ એકાદશ અભ્યાહત દોષ નિરૂપણ.