________________
અભ્યાહત દોષ
૮૫
ત્યારે બીજો બોલ્યો કે ‘અમે બધાએ ભોજન કર્યું છે, માટે થોડું રહેશે તો ચાલશે, સાધુને જોઈએ તે મુજબ આપો.'
આ સાંભળી સાધુઓને કોઈ શંકા ન લાગવાથી જરૂર મુજબ મોદક આદિ લીધા અને ઉપાશ્રયે આવ્યા. ત્યાં કેટલાક મુનિઓએ વાપર્યું, કેટલાક વાપરતા હતા, કેટલાક સાધુને પચ્ચક્ખાણ પારવાની વાર હતી તેથી આહાર મૂકી રાખ્યો હતો અને સ્વાધ્યાય કરતા હતા.
આ તરફ શ્રાવકોને પૂરો લાભ મળી ગયો. કેટલોક સમય પસાર થયા બાદ તેઓએ વિચાર કર્યો કે ‘હવે સાધુઓએ વાપરી લીધું હશે, માટે સાધુ ભગવંતોને વંદન કરીને આપણા ગામ પાછા જઈએ.'
આમ વિચાર કરીને શ્રાવકો ઉપાશ્રયે આવ્યા અને સાધુઓને વિધિપૂર્વક વંદન કરીને સુખશાતા પૂછી.
સાધુઓને લાગ્યું કે ‘આ શ્રાવકો ઘણા વિવેકી છે.’
શ્રાવકો વંદન કરીને પોતાના ગામ ગયા.
આ ત૨ફ કોઈના કહેવાથી જાણવામાં આવ્યું કે ‘અમુક ગામના શ્રાવકો આવ્યા હતા.' વિચાર કરતાં સાધુઓને લાગ્યું કે ‘નક્કી આ શ્રાવકો મોદક આદિ વહોરાવવા માટે જ અહીં આવેલા અને શંકા ન પડે એટલે આ રીતે તેમણે આપણને મોદક આદિ વહોરાવી દીધા. આથી આ ભિક્ષા અભ્યાહત દોષવાળી છે.’
જેઓએ વાપર્યું હતું તેઓએ તો નિર્દોષભાવે વાપરી લીધું, તેમાં તેમને કોઈ દોષ લાગે નહિ. કેમકે શુદ્ધ જાણીને લાવ્યા હતા. હવે જેઓ વાપરતા હતા તેઓએ હાથમાં લીધેલો કોળિયો પાછો પાત્રામાં મૂકી દીધો. મોઢામાં હતો તે રાખીને કુંડીમાં કાઢી નાખ્યો અને બીજું જે અભ્યાહત દોષવાળું હતું તે બધું પરઠવી દીધું.
જેઓએ વાપરી લીધું હતું તથા જેઓએ અડધું વાપર્યું હતું, તે બધાનો આશય શુદ્ધ હોવાથી તેઓ શુદ્ધ છે. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય.
ગામમાંથી કેવી રીતે આપી જાય ? તેનું દૃષ્ટાંત
ગામમાં રહેલી કોઈ સ્ત્રી, સાધુને અભ્યાહતની શંકા ન પડે તે માટે વહોરાવવાની વસ્તુ લઈને કોઈ ઘ૨ તરફ જાય, પછી પાછી ફરતાં ઉપાશ્રયમાં પ્રવેશ કરે, સાધુને વંદનાદિ કરીને વિનંતિ કરે કે ‘ભગવન્ ! અમુકના ઘેર ગઈ હતી ત્યાંથી આ લહાણી મળી છે અથવા તો કહે કે જમણવાર હતો તેથી આપ્યું