________________
૯૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
“માલાપહૃત” નામનો દોષ લાગે. તેથી તેવી ભિક્ષા ગ્રહણ ન કરવી.” માટે હું ભિક્ષા લીધા સિવાય પાછો ગયો હતો.'
આ સાંભળતા યદિન વિચારવા લાગ્યો કે “આમના ભગવાને કેવો નિર્દોષ સાધુનો ધર્મ બતાવ્યો. જે આવો ધર્મ બતાવી શકે તે ખરેખર સર્વજ્ઞ હોવા જોઈએ.” યક્ષદિને મુનિ મહારાજને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. સાધુએ સંક્ષેપમાં ધર્મ કહ્યો. તે સાંભળી બન્નેનું મિથ્યાત્વરૂપ ઝેર નીકળી ગયું અને મધ્યાહ્ન વખતે મુનિ પાસે જઈને વિશેષ ધર્મ સાંભળ્યો. વૈરાગ્ય પામી યશદિન અને વસુમતીએ દીક્ષા લીધી.
માલાપહ્યત દોષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઊંચા કરતાં કે સીડી ઉપર ચઢતાં ઊતરતા પગ ખસી જાય તો નીચે પડી જાય તો તેના હાથ-પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજંતુ હોય તો તે દબાતા મરી જાય. આથી સંયમવિરાધના થાય. લોકો નિંદા કરે કે “આ સાધુઓ કેવા કે આને નીચે પાડી.” આથી પ્રવચનવિરાધના થાય અને કોઈ ગૃહસ્થ ગુસ્સે થઈને સાધુને મારે જેથી આત્મવિરાધના થાય.
મજબૂત લાકડાની-પત્થરની નિસરણી હોય અને જ્યાં સાધુ એષણાની શુદ્ધિ માટે મકાનના ઉપર ચઢી શકે એમ હોય તો દાતાર નીચેથી ઉપર જાય અને સાધુ પણ એષણાશુદ્ધિ માટે ઉપર જઈને ગ્રહણ કરે તો અથવા આગળથી નીચે લાવેલી વસ્તુ હોય તથા શીંકા આદિ કે તીચ્છ રહેલી વસ્તુ સહેલાઈથી લઈ શકાય એમ હોય તો તેવી વસ્તુ ગ્રહણ કરવામાં માલાપહૃતદોષ લાગતો નથી, તેવી ભિક્ષા સાધુને લેવી કલ્પી શકે.
ઇતિ ત્રયોદશ માલાપહત દોષ નિરૂપણ.