________________
માલાપહત દોષ
૯૧
તથા શીકા વગેરેમાં પોતે દેખી શકે એમ ન હોવાથી ત્યાં કદાચ સર્પ આદિ હોય તો કરડે, તો જીવવિરાધના (સંયમવિરાધના) પ્રવચનવિરાધના, આત્મવિરાધના આદિ દોષો રહેલા છે.
દૃષ્ટાંત જયંતપુર નગરમાં યક્ષદિન નામના ગૃહપતિ રહેતા હતા. તેમને વસુમતી નામની પત્ની હતી.
એકવાર ધર્મરૂચી નામના મુનિ તેમના ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા. ત્યારે લક્ષદિન્ને વસુમતીને લાડવા આપવા કહ્યું. લાડવા ઊંચે શીકામાં મૂકેલા હોવાથી તે શીંકામાંથી લેવા લાગી એટલે સાધુ તે ભિક્ષા લીધા સિવાય પાછા નીકળી ગયા.
સાધુના ગયા પછી કોઈક ભિક્ષુક ભિક્ષા માટે આવ્યો, ત્યારે યક્ષદિને તે ભિક્ષુકને પૂછયું કે “થોડીવાર પહેલાં એક સાધુ અહીં આવ્યા હતા, તેમને અમે શીકામાંથી લાડવા આપવા લાગ્યા પરંતુ તે લીધા સિવાય ચાલ્યા ગયા, તેનું શું કારણ ?'
ભિક્ષક જૈનશાસનનો દ્વેષી હતો એટલે કહ્યું કે “તે બિચારા રાંકડા પૂર્વકર્મના યોગે તમારા જેવા શ્રીમંતના ઘરોમાંથી સ્નિગ્ધ, મધુર એવી ભિક્ષા મળવા છતાં ખાઈ શકતા નથી, તેઓ તો ગરીબના ઘરેથી મળેલું સૂકું પાકું ખાવાને લાયક છે.”
યક્ષદિને પોતાની પત્નીને લાડવા આપવા કહ્યું એટલે તે શીકામાં મૂકેલા ઘડામાંથી લાડવા લેવા ગઈ. લાડવાની સુગંધીથી એક સર્પ કોઈ રીતે ત્યાં આવીને બેઠો હતો, જ્યાં વસુમતીએ લાડવા લેવા અંદર હાથ નાખ્યો ત્યાં જ સર્પે ડંખ દીધો. સર્પ કરડતાં વસુમતી એકદમ બૂમ પાડી ઊઠી કે “મને સર્પ કરડ્યો, મને સર્પ કરડ્યો.' આમ બૂમ પાડતાં બેભાન થઈને નીચે ઢળી પડી.
વસુમતીને સર્પ કરડ્યો જાણી લક્ષદિને તરત ગામમાંથી સર્પના ઝેરને ઉતારનાર માણસને બોલાવીને ઝેર ઊતરાવ્યું. વસુમતીની જિંદગી બચી ગઈ.
કેટલાક દિવસે ધર્મરૂચી અનગાર તેના ઘેર ભિક્ષાએ આવ્યા, ત્યારે યક્ષદિને સાધુને ઠપકો આપતાં કહ્યું કે “તમારો ધર્મ દયાપ્રધાન હોવા છતાં તમોએ તે દિવસે સર્પ જોવા છતાં શા માટે અમને કહ્યું નહિ અને ઉપેક્ષા કરી ?'
સાધુએ કહ્યું કે “મેં કાંઈ તે દિવસે શીકામાં સર્પ જોયો ન હતો, પરંતુ અમારા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે કે “શીંકા આદિ ઉપરથી ભિક્ષા લઈને આપે તો