________________
ઉભિન્ન દોષ
૮૯
૩ ફરીથી પાછું પૅક કરે તેમાં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખતી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના દાણા કે ત્રસ જીવો રહેલા હોય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અપૂકાયની વિરાધના. આમ છએ કાયની વિરાધના થાય.
૪ વસ્તુ ખોલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઈને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિઓ સાધુના નિમિત્તે થાય.
પ બરણી આદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તો તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તો તેની વિરાધના થાય.
કબાટ આદિ ઉઘાડી આપવામાં ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી વસ્તુ અંદર હોય તો નીચે ઢોળાઈ જાય અથવા તો ફૂટી જાય, પાસે ચૂલો હોય તો પાણીનો રેલો તેમાં જાય તો અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, ત્રસકાયની પણ વિરાધના થાય. બારણું બંધ કરતાં ગીરોલી, ઉદર કે કોઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમવિરાધના રહેલી છે.
વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તો ઉઘાડનારને કરડે. આથી લોકો બોલે કે “આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ-પાછળનો અનર્થનો વિચાર કરતા નથી.” આથી પ્રવચનવિરાધના થાય. કોઈ રોષમાં આવી જઈને સાધુને મારે-કૂટે તો તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉભિન્ન દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ.
શંકા-જો આ બધું જોવા જઈએ તો સાધુને ભિક્ષા મળે નહિ, કેમકે પ્રાય:દરેક સ્થળે કબાટ આદિ ઉઘાડીને આપવાનું હોય.
સમાધાન-જે કબાટ વગેરે ઘણા દિવસે ઊઘડતું હોય કે, જે વસ્તુ પેક કરી રાખેલાને કેટલાય દિવસો થયેલા હોય, ત્યાં ઉઘાડવામાં કે ખોલવામાં ઉપર કહ્યા તે દોષો રહેલા છે, જ્યારે વિકલ્પી સાધુને તો જે કબાટમાં પાછળ ઉલાળો ન હોય, બારણું ઉઘાડતાં કીચડ કિચુડ અવાજ થતો ન હોય, તાળું ઉઘાડવાનું ન હોય અને બરણી વગેરે ઉપર માત્ર ખાલી ઢાંકણ કે કપડાથી મોટું બાંધેલું હોય, ત્યાંથી લેવામાં બાધ નથી અર્થાત્ ત્યાંથી લેવું કલ્પી શકે. કેમકે રોજનો વપરાશ હોવાથી ખોલવાનું કે બંધ કરવાનું અથવા તો બાંધવા કે છોડવાનું હોય ત્યાં પ્રાય: જીવો રહેતા નથી. લાંબા વખતથી બંધ હોય તો ત્યાં જીવો આવીને રહે છે.
ઇતિ દ્વાદશ ઉભિન્ન દોષ નિરૂપણ.