________________
પરાવર્તિત દોષ
૮૧
આ સાંભળતાં ધનદત્તને ગુસ્સો આવ્યો કે ‘આ પાપિણીએ મારી લઘુતા કરી' અને લક્ષ્મીને મારવા લાગ્યો.
લોકના મુખથી બન્ને ઘરનો વૃત્તાંત ક્ષેમંકર મુનિના જાણવામાં આવ્યો. એટલે બધાને બોલાવીને પ્રતિબોધ કરતાં કહ્યું કે વસ્તુનો અદલોબદલો કરીને લાવેલો આહાર સાધુને કલ્પે નહિ. મેં તો અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલોબદલો કરીને લેવામાં કલહ આદિ દોષો રહેલા હોઈ શ્રી તીર્થંકર ભગવંતોએ તેવો આહાર લેવાનો નિષેધ કરેલો છે.’ એમ વિસ્તારપૂર્વક જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ સાંભળી બધા પ્રતિબોધ પામ્યા અને બધાએ દીક્ષા લીધી.
શંકા-પરિવર્તન કરીને આપવામાં આવેલ આહાર આ રીતે દીક્ષાનું કારણ બન્યો, માટે પરાવર્તિત ભિક્ષા ખાસ ગ્રહણ કરવી જોઈએ.
સમાધાન-ક્ષેમંકર મુનિ જેવા સાધુ કેટલા હોય કે જેમણે પરિવર્તન કરવાથી થયેલો કલહ મિટાવ્યો અને બધાને પ્રતિબોધ ક૨ી દીક્ષા અપાવી. માટે પરાવર્તન કરેલો આહાર આદિ લેવો સાધુને કલ્પે નહિ.
લોકોત્તર પરાવર્તિત-સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તદ્રવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કોઈને એમ થાય કે ‘મારું વસ્ત્ર પ્રમાણસર અને સારું હતું, જ્યારે આતો મોટું અને જીર્ણ છે, જાડું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખું છે, ઠંડી રોકે નહિ એવું છે આવું જાણીને મને આપી ગયો અને મારું સારું વસ્ત્ર લઈ ગયો.' આથી પરસ્પર કલહ થાય.
એકને લાંબુ હોય અને બીજા પાસે ટૂંકુ હોય તો બારોબાર અદલો-બદલો નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પોતપોતાનાં વસ્ત્ર મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલોબદલો કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાત્રાદિનો અદલો-બદલો કરે તે અન્યદ્રવ્ય લોકોત્તર પરાવર્તિત કહેવાય.
ઇતિ દશમ પરાવર્તિત દોષ નિરૂપણ.