________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૧-આધાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ૨-ઉદ્દેશિક-સાધુ વગેરે બધા ભિક્ષાચરોને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે.
૧૭
૩ પૂતિકર્મ-શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે.
૪ મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે.
૫ સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે.
૬ પ્રાકૃતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડાં કરવાં તે.
૭ પ્રાદુષ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં કરવાં અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે.
૮ ક્રીત-સાધુને વહોરાવવા માટે વેચાતુ લેવું તે.
૯ પ્રામિત્ય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે.
૧૦ પરિવર્તિત-સાધુને વહોરાવવા માટે વસ્તુનો અદલો બદલો કરવો તે.
૧૧ અભ્યાહૂત-સાધુને વહોરાવવા માટે સામે લઈ જવું તે.
૧૨ ઉભિન્ન-સાધુને વહોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તોડીને આપવું તે.
૧૩ માલાહત-ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે.
૧૪ આછેદ્ય-પુત્ર, નોકર આદિ પાસેથી બળજબરીથી ઝૂંટવી લઈને આપવું તે. ૧૫ અનિસૃષ્ટ-ઘણાની માલિકીની વસ્તુ બીજાની રજા વગર એક જણે આપવી તે.
૧૫ અધ્યવપૂરક-પોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે.