________________
પ્રામિત્ય દોષ
66
શેઠે પૂછ્યું કે ‘તમો ક્યાં ઊતર્યા છો ?'
સાધુએ કહ્યું કે ‘હજુ કોઈ જગ્યા મલી નથી.’
શેઠે પોતાના મકાનનો એક ભાગ સાધુને ઊતરવા માટે આપ્યો.
મુનિ રોજ શેઠ આદિને ધર્મનો ઉપદેશ આપે છે, ઉપદેશ સાંભળી શેઠે સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યા. શેઠ શ્રાવક બન્યા.
એક વખત ધર્મદેશના આપતાં મુનિએ વાસુદેવ આદિ પુરુષોના અનેક પ્રકારના અભિગ્રહોનું વર્ણન કર્યું. જેમાં કૃષ્ણ વાસુદેવે નિયમ લીધો હતો કે ‘મારા પુત્ર આદિ જે કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તેને મારે રોકવા નહિ. તેમના કુટુંબને જે પ્રકારની સહાયની જરૂર હશે તે મારે પૂરી પાડવી.' ઇત્યાદિ ઉપદેશ આપ્યો.
આ સાંભળી શિવદેવ શેઠે પણ અભિગ્રહ લીધો કે ‘મારા ઘરમાંથી પણ જો કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો હું રોકીશ નહિ.'
શેઠે નિયમ લીધો એટલે શેઠનો મોટો પુત્ર અને મુનિની બહેન (જેને શેઠની દાસી તરીકે રહેવું પડ્યું હતું.) દીક્ષા લેવા માટે તૈયાર થયાં. શેઠે બન્નેને દીક્ષા અપાવી.
પ્રામિત્ય દોષવાળી ભિક્ષા લેવાથી દાસત્વાદિ અનેક પ્રકારના દોષો રહેલા છે, માટે સાધુએ ઉધારે લાવેલી ભિક્ષા વહોરાવી નહિ.
શંકા-આવી પ્રામિત્ય એટલે ઉધારે લાવેલી ભિક્ષા તો ખાસ લેવી જોઈએ. કેમકે પરંપરાએ તે દીક્ષાનું કારણ બને.
સમાધાન-સમ્મત સાધુ જેવા ગીતાર્થ, વિશિષ્ટ જ્ઞાનવાળા, દેશના આપવામાં કુશળ કોઈક જ હોય, બધા ન હોય તથા દીક્ષા લેનાર પણ કોઈક જ હોય બધા ન હોય. માટે ઉધારે લાવેલી વસ્તુ લેવાથી દાસત્વ આદિ દોષો રહેલા છે. તેથી તેવો આહાર લેવો ન જોઈએ.
તેલની માફક વસ્ત્ર વગેરે પણ ઉધારે લાવેલા લેવામાં વિશેષ દોષો રહેલા છે, માટે તેવાં વસ્ત્રાદિ પણ લેવાં નહિ.
લોકોત્તર પ્રામિત્વ સાધુસંબંધી
લોકોત્તર પ્રામિત્ય બે પ્રકારે ૧. અમુક ટાઇમ પછી પાછું આપવાની શરતે વસ્ત્ર-પાત્ર વગેરે સાધુ પાસેથી વા૫૨વા લેવું. અને ૨. આના જેવું બીજું વસ્ત્ર આદિ પાછું આપવાની કબૂલાત કરીને વસ્ત્ર આદિ લેવું.