________________
પ્રાક્રુષ્કરણ દોષ
પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ધોઈ, કોરું કર્યા બાદ તેમાં બીજો આહાર લાવવો કલ્પે. કદાચ ધોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તો આ વિશુદ્ધકોટિ હોવાથી બાધ નથી.
વિશેષ અર્થ-ચૂલો ત્રણ પ્રકારનો હોય. ૧. છૂટો ચૂલો. જ્યાં ફેરવવો હોય ત્યાં ફેરવી શકાય તેવો, સાધુને માટે બનાવેલો હોય. ૨. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલો ચૂલો હોય. ૩. ચૂલો પોતાના માટે બનાવેલો હોય પરંતુ સાધુનો લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામાં લાવેલો હોય.
૭૧
જો ગૃહસ્થે આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભોજન પકાવ્યું હોય તો બે દોષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પૂતિદોષ. ચૂલો પોતાના માટે બનાવેલો હોય અને તે ચૂલો બહાર લાવીને રાંધ્યું હોય તો એક જ પ્રાદુષ્કરણદોષ લાગે.
ચૂલો બહાર રાખીને રસોઈ તૈયાર કરી હોય ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે ‘બહાર રસોઈ કેમ કરી છે ?' સરળ હોય તો કહી દે કે ‘અંધારામાં તમો ભિક્ષા લો નહિ, એટલે ચૂલો બહાર લાવીને રસોઈ બનાવી છે.' આવો આહાર સાધુને કલ્પે નહિ. જો ગૃહસ્થે પોતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણી માખીઓ હોય, તેથી ચૂલો બહાર લાવ્યા હોય અને રસોઈ કરી હોય તો સાધુને કલ્પી શકે.
પ્રકાશ કરવાના પ્રકારો
o. ભીંતમાં બાકોરું પાડીને.
૨. બારણું નાનું હોય તો મોટું કરીને.
નવું બારણું કરીને.
3.
૪. છાપરામાં બાકોરું પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળિયા ખસેડીને.
૫. પ્રકાશવાળું રત્ન મૂકે, જેથી અજવાળું થાય.
૬.
દીવો કે લાઇટ સળગાવીને રાખે.
આ પ્રમાણે ગૃહસ્થે પોતાની સગવડ માટે કર્યું હોય તો ત્યાંથી આહાર લેવો કલ્પે. પણ જો સાધુનો લાભ મળે તે માટે કર્યું હોય તો સાધુને આહાર લેવો કલ્પે નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય, માટે તેવો પ્રાદુષ્કરણ દોષવાળો આહાર સાધુએ વહોરવો ન જોઈએ.
ઇતિ સપ્તમ પ્રાદુષ્કરણ દોષ નિરૂપણ.