________________
ક્રીત દોષ
સાંભળનારને આકર્ષે, પછી તેમની પાસે માગણી કરે અથવા સાંભળનારા વર્ષમાં આવી ગયા હોય ત્યારે માગણી કરે. આ આત્મભાવકીત.
કોઈ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઈને કોઈ પૂછે કે “પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તે તમો જ છો ?' ત્યારે તે મૌન રહે, અથવા તો કહે કે “સાધુઓ જ વ્યાખ્યાન આપે બીજા નહિ.” આથી તેઓ સમજે કે “આ તે જ સાધુ છે, ગંભીર હોવાથી પોતાની ઓળખાણ આપતા નથી.' આ રીતે ગૃહસ્થો ભિક્ષા વધારે અને સારી આપે. પોતે વક્તા નહિ હોવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રીત થાય.
કોઈ પૂછે કે “હોશિયાર વક્તા કહેવાય છે, તે તમો છો ?' તો કહે કે “શું ત્યારે ભિખારા ઉપદેશ આપતા હશે ?' અથવા તો કહે કે “શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માથું મુંડાવ્યું હોય અને કુટુંબી હોય તેઓ વક્તા હશે ?' આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય.
આ પ્રમાણે વાદી, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે અથવા આહારાદિના માટે લોકોને કહે કે “અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાય છીએ” વગેરે. આ રીતે મેળવેલો આહાર આદિ આત્મભાવક્રીત કહેવાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ.
૩. પારદ્રવ્યક્રત-સાધુ માટે કોઈ આહારાદિ વેચાતો લાવીને આપે છે. તે સચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પરદ્રવ્યકત કહેવાય. આ રીતે લાવેલો આહાર સાધુને કહ્યું નહિ.
૪. પરભાવક્રીત-જે ચિત્ર બતાવીને ભિક્ષા માગનારા આદિ છે તેઓ સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવક્રીત છે. આ દોષમાં ત્રણ દોષો લાગે. ક્રીત, અભ્યાહત અને સ્થાપના.
દષ્ટાંત શાલીગ્રામમાં દેવશર્મા નામનો એક મંખ રહેતો હતો. એક વખત કેટલાક સાધુ તેની જગ્યામાં ચોમાસું રહ્યા. દેવશર્મા મુનિવરોની ક્રિયા વગેરે જોઈને તેમના પ્રત્યે ભક્તિવાળો થયો. સાધુને આહાર લેવા માટે રોજ વિનંતિ કરે છે. પરંતુ તે શય્યાતર હોવાથી સાધુ આહાર લેવાનો નિષેધ કરે છે.