________________
આધાકર્મ દોષ
૪૭
મહેમાનની જેમ સાધુ માટે આધાકર્મી આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તેવો આહાર સાધુ વધારે વાપરે. વધારે વા૫૨વાથી બીમારી આવે, બીમારી આવે એટલે સ્વાધ્યાય થાય નહિ, સ્વાધ્યાય થાય નહિ એટલે સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિશ્વલ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય. દર્શનનો નાશ થાય. પ્રત્યુપ્રેક્ષણાનો અભાવ એટલે ચારિત્રનો નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ.
બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમવિરાધના.
લાંબા કાળની માંદગીમાં ‘આ સાધુઓ બહુ ખાનારા છે, પોતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.' વગેરે બીજા લોકો બોલે. આથી પ્રવચન- વિરાધના.
આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દોષો રહેલા છે. માટે આધાકર્મી આહાર વાપરવો ન જોઈએ.
શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરીને જે સાધુ આધાકર્મી આહાર વાપરે છે, તે સાધુને સદ્ગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમનો ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે.
આ લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરવાથી જીવને ભારે દંડાવું પડે છે. અર્થાત્ જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુ:ખો ભોગવવા પડે છે.
દૃષ્ટાંત
ચંદ્રાનના નામની નગરીમાં ચંદ્રાવતંસ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ત્રિલોકરેખા આદિ ઘણી રાણીઓ હતી.
તે રાજાને સુંદર બે ઉદ્યાનો હતાં, પૂર્વ દિશામાં સૂર્યોદય નામનું અને પશ્ચિમ દિશામાં ચંદ્રોદય નામનું.
બન્ને દિશામાં કઠિયારા વગેરે લોકો કાષ્ઠ આદિ લેવા માટે જતા-આવતા.
વસંતઋતુમાં એક વખત રાજાને રાણીઓ સાથે સૂર્યોદય ઉદ્યાનમાં આનંદપ્રમોદ કરવા જવાની ઇચ્છા થઈ. આથી રાજાએ સેવકો દ્વારા નગ૨માં પડહ વગડાવીને લોકોને જાણ કરાવી કે ‘આવતી કાલે સવારે રાજા અંત:પુર સહિત સૂર્યોદય
5