________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
વણિકે કહ્યું કે “મગધ દેશના સીમાડાના ગોમ્બર ગામથી આવ્યા છે.”
આ પ્રમાણે સાંભળી તે સાધુ ગોબ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે “આ રસ્તો કોઈ શ્રાવકે સાધુ માટે બનાવ્યો હોય તો ?' એ શંકાથી રસ્તો મૂકીને ઊંધા માર્ગે ચાલવા લાગ્યો. તેથી પગમાં કાંટા-કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભર્યા, સૂર્યનો તાપ પણ વધવા લાગ્યો. આધાકર્મની શંકાથી વૃિક્ષની છાયામાં પણ બેસતો નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂર્છા આવી ગઈ, ખૂબ ખૂબ હેરાન થઈ ગયો.
આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિપૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઈએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે –
તે દેશમાં વસ્તુનો અભાવ હોય અને ત્યાં તે ઘણી જોવામાં આવે, ઘરમાં માણસો થોડા હોય અને રસોઈ વધારે દેખાય, ઘણો આગ્રહ કરતા હોય તો ત્યાં પૂછવું કે આ વસ્તુ કોના માટે અને કોના નિમિત્તે બનાવી છે ?,
તે દેશમાં તે વસ્તુ ઘણી થતી હોય, તો ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસો ઓછા હોય અને આગ્રહ કરે તો પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ના હોય અને ઘરમાં માણસો ઘણા હોય તો પૂછવાની જરૂર નથી. કેમકે આધાકર્મી હોય તો આગ્રહ કરે.
આપનાર સરળ હોય તો પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવદ્ ! આ તમારે માટે બનાવેલું છે.” માયાવી હોય તો “આ ગ્રહણ કરો. તમારે માટે કંઈ બનાવ્યું નથી.” આમ કહીને ઘરમાં બીજાની સામું જુએ કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે “આ આધાકર્મી છે.'
આ કોના માટે બનાવ્યું છે ?' એમ પૂછતાં આપનાર રોપાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત ?' તો ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી.
દ્વાર આઠમું ઉપયોગ રાખવા છતાં કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય ?
गूढायारा न करेंति आयरं पुच्छियावि न कहेंति । થોવંતિ વ નો મુદ્દા નં ૨ મસુદ્ધ વરં તત્ય ? પારણા (પિં. નિ. ૨૦૬)
* સાધુ માટે વૃક્ષ વાવેલું હોય તો તે વૃક્ષના ફળ આદિ સાધુને કહ્યું નહિ, પરંતુ સાધુ માટે વૃક્ષ
વાવેલું હોય તેથી તેની છાયા આધાકર્મી બનતી નથી. પણ આ સાધુએ તો વૃક્ષની છાયાને પણ આધાકર્મી માની તેની છાયામાં બેઠો નહિ.