________________
મિશ્ર દોષ
૬૫
પાખંડીમિશ્ર-ગૃહનાયક રસોઈ કરનારને કહે કે “પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે.' તે પાખંડી મિશ્રદોષવાળું થયું, તે સાધુને લેવું કહ્યું નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. શ્રમણમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી જાય છે.
નિગ્રંથમિશ્ર-કોઈ એમ કહે કે “નિગ્રંથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.” તે નિગ્રંથ મિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કલ્પ નહિ.
ગૃહસ્થી પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ પોતાના માટે જોઈતા અનાજ આદિમાં બીજા સઘળા ભિક્ષાચરો અથવા સામાન્ય દર્શનીઓ કે કેવળ જૈન સાધુઓને આપવા માટે જે કાંઈ વધારે અનાજ આદિ નાખીને આહારાદિ તૈયાર કરે કે કરાવે તે મિશ્રદોષવાળું કહેવાય છે.
ઇતિ ચતુર્થ મિશ્ર દોષ નિરૂપણ.