________________
પૂતિકર્મ દોષ
૧૩
ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરનો આહાર આદિ કલ્પ નહિ, પરંતુ પાંચમા દિવસથી તે ઘરનો શુદ્ધ આહાર કહ્યું, પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જો પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે ત્રણવાર ધોયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યો હોય તો તે તુરત કલ્પી શકે. - સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો આધાકર્મી આહાર આવી ગયો હોય તો તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજો આહાર લેવો કલ્પી શકે.
ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોશિયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે “જમણ થયે-સાધુ માટે આહાર આદિ કર્યાને કેટલા દિવસ થયા ?' અથવા તો તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તો પૂતિ થતી નથી. આ રીતે જાણીને પતિદોષનો પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણા કરવી.
ઇતિ તૃતીય પૂતિદોષ નિરૂપણ.