________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આવે તે સૂક્ષ્મપૂતિ માનો, તો આ સૂક્ષ્મપૂતિ દોષ તે પાત્રને ત્રણવાર ધોવાથી દૂર કરી શકાશે. એટલે સૂક્ષ્મપૂતિ શક્ય પરિહાર બની જશે.”
સમાધાન-આચાર્ય શિષ્યને ખુલાસો કરે છે કે “તું જે સૂક્ષ્મપૂતિ માનવાનું કહે છે, તે સૂક્ષ્મપૂતિ નથી પણ બાદરપૂતિ જ દોષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકર્મીના સ્થૂલ અવયવો રહ્યા હોય છે, વળી પાત્ર ત્રણ વાર ધોવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તો એ પણ સૂક્ષ્મપૂતિ થશે નહિ. મતલબ કે આથી સૂક્ષ્મપૂતિ સમજવારૂપ છે પણ એનો ત્યાગ અશક્ય છે.
વ્યવહારમાં પણ દૂરથી અશુચિની ગંધ આવતી હોય તો લોકો તેનો બાધ ગણતા નથી, તેમ વસ્તુનો પરિહાર કરતા નથી. જો અશુચિ પદાર્થ કોઈ વસ્તુને લાગી જાય તો તે વસ્તુનો ઉપયોગ કરતા નથી, પણ ગંધ માત્રથી તેનો ત્યાગ કરાતો નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતો નથી. તેમ ગંધ, ધુમાડા વગેરેથી સૂક્ષ્મપૂતિ બનેલ આહાર સંયમી આત્માને ત્યાગ કરવા યોગ્ય થતો નથી, કેમકે તે નુકશાન કરતો નથી.
બાદરપૂતિની શુદ્ધિ ક્યારે થાય ?-ઇંધન, ધુમાડો, વરાળ, ગંધ તે સિવાય સમજો કે એકમાં આધાકર્મી રાંધ્યું, પછી એમાંથી તે આધાકર્મી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકર્મીથી ખરડાયેલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધ્યો હોય કે શુદ્ધ શાક વગેરે મૂક્યું હોય, બાદ તે વાસણમાંથી તે આધાકર્મી આહાર આદિ દૂર કર્યા પછી ધોયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તો આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચોથીવાર રાંધવામાં આવે તો તે આહારપૂતિ થતો નથી, માટે કલ્પી શકે છે. હવે જો ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસણને જો નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર ધોઈને પછી તેમાં રાંધે તો તે સુતરાં કલ્પી શકે, એમાં શંકા જ શું ?
पढमे दिणम्मि कम्मं तिन्नि उ पुइ कयकम्मपायधरं ।
પૂરૂ તિરુંd વીર પૂરૂ પાચં વતિષ્પ પારા (પિં. નિ. ૩૬) જે ઘેર આધાકર્મી આહાર રંધાયો હોય તે દિવસે તે ઘરનો આહાર આધાકર્મી ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલો આહાર પૂતિ દોષવાળો