________________
સ્થાપના દોષ
૪ અનંતર સ્થાપના-અવિકારી દ્રવ્યો, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે.
પ ચિરકાલ સ્થાપના – ઘી વગેરે પદાર્થ, જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ સુધીની હોય.
દષ્ટાંત આઠ વર્ષની ઉંમરના અને ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કોઈ સાધુએ કોઈને ઘેર ઘી આદિ કોઈ વસ્તુ માગી. વહોરાવનારે કહ્યું કે “થોડીવાર પછી આપીશ.” સાધુને બીજા કોઈ ઘેરથી ઘી આદિ જરૂર હતી તે વસ્તુ મળી ગઈ, એટલે પ્રથમના ઘેર તેઓ પાછા આવ્યા નહિ.
થોડીવાર પછી આપીશ” એમ કહેનારને એમ થયું કે મેં આપવાનું કહ્યું છે, માટે જ્યાં સુધી ન આપું ત્યાં સુધી મારે માથે સાધુનું દેવું ગણાય. આથી તે ઘી આદિ સાધુને આપવા માટે રાખી મૂકે. યાવત્ તે સાધુ પૂર્વક્રોડ વર્ષ સુધી જીવે ત્યાં સુધી રાખી મૂકે તો આ પ્રમાણે ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ વર્ષની પણ થાય.
અહીં ધ્યાન રાખવું કે (ગર્ભથી કે જન્મથી પણ) આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હોતું નથી અને પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હોતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂન પૂર્વક્રોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે.
૬ ઇત્તરકાલ સ્થાપના-હારબંધ રહેલા ઘર કે ઘરોમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરોમાંથી ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે આહારાદિ હાથમાં લઈને ઊભા રહે તે ઇન્દ્રરકાલ સ્થાપના કહેવાય. આ સ્થાપનામાં ઉપયોગ રહેવાથી (જો આધાકર્માદિ બીજા દોષ ન હોય તો) સાધુને કહ્યું. એમાં સ્થાપના દોષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતના ત્રીજા આદિ ઘરોમાં આહાર લઈને ઊભા રહ્યા હોય તો તે સ્થાપનાદોષવાળો આહાર સાધુને કહ્યું નહિ.
સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ, આથી ગૃહસ્થને એમ થાય કે “સાધુ આવ્યા નહિ માટે આપણા ઉપયોગમાં લઈ લો.' આ રીતે જો તે આહારાદિમાં પોતાના ઉપયોગનો સંકલ્પ કરી દે તો તેવો આહાર સાધુને કલ્પી શકે.
ઇતિ પંચમ સ્થાપના દોષ નિરૂપણ.