________________
ઔદ્દેશિક દોષ
સ્ત્રીઓએ સારાં સારાં કીમતી વસ્ત્રો, અલંકારો પહેર્યા હતા અને એક-બીજાને શણગારવા વગેરે કામમાં બધા રોકાઈ ગયાં હતાં. એટલે તે દિવસે વાછરડાને ચારો-પાણી આપવાનું ભુલાઈ ગયું. મધ્યાહ્ન વખતે શેઠ કોઈ કાર્ય પ્રસંગે વાછરડો બાંધ્યો હતો ત્યાં આવ્યા. શેઠને જોતાં વાછરડો બરાડવા લાગ્યો. આથી શેઠને લાગ્યું કે ‘વાછરડો ભૂખ્યો હશે.'
૫૯
શેઠને ગુસ્સો આવ્યો અને ઘરમાં જઈ પુત્રવધૂઓને ઠપકો આપ્યો. એટલે પુત્રવધૂઓ એકદમ ચારોપાણી લઈ વાછરડો હતો ત્યાં જવા લાગી. વાછરડો તો અપ્સરા જેવી સ્ત્રીઓને, તેમણે પહેરેલાં અલંકારો કે, વસ્ત્રો તથા શોભાયમાન ઘરને પણ જોતો નથી, પણ તેનું લક્ષ તો તેઓ જે ચારોપાણી લાવે છે તેના ઉપર છે.
આ પ્રમાણે ભિક્ષાએ ગેયલા સાધુએ રૂપવાળી સ્ત્રીને નીરખવી નહિ, સુંદર ગીતાદિને વિષે પણ ધ્યાન આપવું નહિ; પરંતુ ભિક્ષા આદિ કેમ કેવી રીતે આપે છે, તે તરફ જ લક્ષ રાખવું જોઈએ જેથી ભિક્ષા શુદ્ધ છે કે અશુદ્ધ છે તે જાણી શકાય. સાધુને કયું કલ્પે અને કયું ન કલ્પે ?
ઉદ્દિષ્ઠ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કલ્પે નહિ, તે સિવાયનું કલ્પે.
અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલો હોય તો એમાંના કોઈ સંક્લ્પમાં જો સાધુ આવી જતા હોય તો તે ન કલ્પ, સાધુ ન આવી જતા હોય તો તે કલ્પે.
ઓઘઔદેશિક કે વિભાગઔદ્દેશિક વસ્તુમાં જો ગૃહસ્થ પોતાનો સંકલ્પ કરી દે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઔદેશિકમાં યાવદર્થિક કોઈપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મઔદેશિકોમાં પોતાનો સંકલ્પ કરી દીધા પછી પણ સાધુને બિલકુલ ખપે નહિ.
શંકા-આધાકર્મ અને કર્મઔદ્દેશિક આ બે દોષો તો સરખા લાગે છે, તો પછી તેમાં ફેર શો ?
સમાધાન-જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાકર્મી કહેવાય છે અને કર્મઔદેશિકમાં તો પહેલા પોતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેનો સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔદ્દેશિક કહેવાય છે. બન્નેમાં આટલો ફરક છે.
ઇતિ દ્વિતીય ઔદ્દેશિકદોષ નિરૂપણ.