________________
આધાકર્મ દોષ
૫૧
જે કોઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આચારવાળા હોય તે આધાકર્મી આહાર બનાવીને વહોરાવવામાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચું કહે નહિ અથવા વસ્તુ થોડી હોય એટલે અશુદ્ધ કેમ હોય ? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણોથી તે આહાર આધાકર્મી હોવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાઈ જાય.
દ્વાર નવમું ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ?
आहाकम्मपरिणओ फासुयभोईवि बंधओ होइ ।।
સુદ્ધ સમાજે ગાદીષ્મ વિ સો સુદ્ધો I ૨૪ ૫ (પિં. નિ. ૨૦૭) ગાથામાં ‘સુમોડું' એનો અર્થ અહીંયા ‘સર્વ દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર' કરવાનો છે. સાધુનો આચાર છે કે ગ્લાનાદિ પ્રયોજન વખતે નિર્દોષ આહારની ગવેષણા કરવી. નિર્દોષ ન મળે તો ઓછાઓછા દોષવાળી વસ્તુ લેવી, તે ન મળે તો શ્રાવક આદિને સૂચના કરીને દોષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું, પણ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તો કદી પણ ન લેવી.
આધાકર્મી આહાર વાપરવાના પરિણામવાળો સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કર્મબંધથી બંધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકર્મી આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મબંધથી બંધાતો નથી. કેમકે તેને આધાકર્મી આહાર વાપરવાની ભાવના નથી.
શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કર્મથી બંધાય છે તેનું દૃષ્ટાંત નીચે મુજબ છે.
દૃષ્ટાંત-૧ શતમુખ નામના નગરમાં ગુણચંદ્ર નામના શેઠ રહે છે, તેમને ચંદ્રિકા નામે પત્ની છે.
શેઠ ઘણા ધર્મી હતા, તેથી એક સુંદર વિશાળ શ્રી જિનમંદિર બંધાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિષ્ઠા કરાવી.
પ્રતિષ્ઠા પ્રસંગે આહાર આદિથી સંઘની ખૂબ ભક્તિ કરવા લાગ્યા. નજીકના ગામમાં એક વેષધારી સાધુ હતો, તેણે સાંભળ્યું કે “શતમુખ નગરમાં ગુણચંદ્ર શેઠ સંઘને ભોજન આપે છે. આથી તે સાધુ ભોજન માટે શતમુખ નગરમાં આવ્યો.