________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામનો દોષ લાગે છે.
૪૩
૨ વ્યતિક્રમ-આધાકર્મી આહાર લેવા માટે વસતિ ઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિક્રમ નામનો દોષ લાગે છે.
૩ અતિચાર-આધાકર્મી આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વા૫૨વા બેસે અને જ્યાં સુધી કોળિયો કરી મોઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામનો દોષ લાગે છે.
૪ અનાચાર-આધાકર્મી આહારનો કોળિયો મોઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામનો દોષ લાગે છે.
અતિક્રમાદિ દોષો ઉત્તરોત્ત૨ વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદોષો છે.
૫ આજ્ઞાભંગ-વિના કારણે, સ્વાદની ખાતર આધાકર્મી વાપરવાથી આજ્ઞાભંગ દોષ લાગે છે. શ્રી તીર્થંકર ભગવંતોએ કારણ વગર આધાકર્મી આહાર વા૫૨વાનો નિષેધ કરેલો છે.
૬ અનવસ્થા-એક સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જુએ એટલે તેને પણ આધાકર્મી આહાર વા૫૨વાની ઇચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઇચ્છા થાય એમ પરંપરા વધે. સામાન્ય રીતે જીવ સુખશીલીઓ હોવાથી આધાકર્મી ઇષ્ટ મિષ્ટ જોઈને ઇચ્છા થાય. એમ પરંપરા વધવાથી સંયમનો સર્વથા ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. આથી અનવસ્થા નામનો દોષ લાગે છે.
૭ મિથ્યાત્વ-દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા ત્રિવિધે ત્રિવિધે કરી હોય છે, આધાકર્મી આહાર વાપરવામાં પ્રાણીવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકર્મી આહાર વા૫૨વો ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જુએ તેથી તેના મનમાં એમ થાય કે ‘આ સાધુઓ અસત્યવાદી છે, બોલે છે જુદું અને આચરે છે જુદું.' આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્ત્વ પામે. આ કારણથી આધાકર્મી આહાર વાપરનારને મિથ્યાત્ત્વ નામનો દોષ લાગે છે.
૮ વિરાધના-વિરાધના ત્રણ પ્રકારે. ૧ આત્મવિરાધના, ૨ સંયમવિરાધના, ૩ પ્રવચનવિરાધના.