________________
૨૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
શ્રી મહાવીરસ્વામીજી ભગવંત જવાબ આપતા કહે છે કે “હે ગૌતમ ! આધાકર્મ આહાર વાપરનાર (સાધુ) આયુષ્ય સિવાય સાતે કર્મની પ્રકૃતિઓ જે ઢીલા બંધનવાળી હોય તે ગાઢ બંધવાળી કરે, ઓછા કાલવાળી હોય તે લાંબા કાલવાળી કરે, મંદરસવાળી હોય તે તીવ્રરસવાળી કરે, અલ્પ પ્રદેશવાળી હોય તે ઘણાં પ્રદેશવાળી કરે છે. આયુષ્ય કર્મ કદાચ તે વખતે બાંધે અગર ન પણ બાંધે, અશાતા વેદનીયકર્મ વારંવાર ઉપાર્જન કરે, અનાદિ અનંત એવા ચારગતિરૂપ અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન-હે ભગવન ! આપ એમ કેમ કહો છો કે “આધાકર્મ આહાર કરનાર યાવત્ સંસારમાં પરિભ્રમણ કરે છે ?”
ઉત્તર-હે ગૌતમ ! આધાકર્મ આહાર વાપરનાર, આત્માનો ધર્મ-ચારિત્રધર્મ અથવા શ્રુતધર્મને ચૂકી જાય છે અર્થાત્ ચારિત્રધર્મને આચરતો નથી તેથી પૃથ્વીકાય, અપુકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય જીવોની દયા કરતો નથી તથા જે કોઈ જીવોના શરીરનો આહાર કરે છે, તે જીવોની પણ દયા કરતો નથી. તેથી હે ગૌતમ ! આધાકર્મ આહાર વાપરનાર યાવત્ ચારગતિરૂપ સંસાર-અટવીમાં વારંવાર ભમે છે. એમ કહું છું.
આધાકર્મી આહાર સંયમસ્થાનોની શ્રેણીને તથા શુભ લેશ્યા વગેરેને હણે છે તે બતાવે છે
संजमठाणाणं कंडगाणं लेसाठिईविसेसाणं ।
ભાવં પદે રે તીં તે માટે |૨૨ || (પિં. નિ. ૯૯) સંયમસ્થાનો-કંડકો-સંયમશ્રેણી, વેશ્યા તથા શાતાવેદનીયાદિરૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકર્મી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધ:કર્મ કહેવાય છે.
સંયમસ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનવાળા જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધિ સ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. અર્થાત્ નીચામાં નીચા વિશુદ્ધિ સ્થાને રહેલો સાધુ, ઊંચામાં ઊંચા વિશુદ્ધિ સ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે.
જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનીની દૃષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ