________________
૪૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
પામ્યા, કેટલાક ભીલો નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ કર્યા.
ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચોર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા હતા. પરંતુ રાજાના હુકમથી સૈનિકોએ તો બધાને કેદ કર્યા અને બધાને રાજા પાસે હાજર કર્યા. વાણિયાઓએ ઘણું કહ્યું કે અમે તો વાણિયા છીએ પણ ચોર નથી.” રાજાએ કહ્યું કે “તમે ભલે ચોર નથી પણ તમે તો ચોર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છો, કેમકે અમારા અપરાધી એવા ભીલ લોકોની સાથે રહ્યા છો.” આમ કહી બધાને શિક્ષા કરી.
વાણિયા ભીલ લોકોની સાથે રહ્યા તેથી તેમને શિક્ષા સહન કરવી પડી, તેમ સાધુ પણ આધાકર્મી આહાર વાપરનારની સાથે રહે તો તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હોય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. પરંતુ જુદા રહેવું જોઈએ.
૪ અનુમોદના-આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવી. “આ પુણ્યશાળી છે. સારું સારું મળે છે અને રોજ સારું સારું વાપરે છે. અથવા કોઈ સાધુ એમ બોલે કે “અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતો નથી, જ્યારે આમને તો હંમેશાં ઇચ્છિત આહાર મળે છે, તે પણ પૂરેપૂરો, આદરપૂર્વક, ટાઇમસર અને ઋતુચ્છતને યોગ્ય મળે છે, આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.” આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવાથી અનુમોદનાનો દોષ લાગે છે. તેના ઉપર રાજદુષ્ટ માણસનું દૃષ્ટાંત.
રાજદુષ્ટ માણસનું દષ્ટાંત શ્રીનિલય નામના નગરમાં ગુણચંદ્ર નામના રાજા રાજ્ય કરે છે. તેમને ગુણવતી આદિ ઘણી રાણીઓ છે.
તે નગરમાં સુંદર રૂપવાળો સુરૂપ નામનો એક વણિક રહે છે. તે એક દિવસ રાણીના મહેલ પાસેથી જતો હતો, ત્યાં રાણીઓએ તેને જોયો. કામદેવ સમાન તેનું રૂપ જોઈને રાણીઓ તેના ઉપર મોહ પામી અને તેના રૂપને એકીટશે જોવા લાગી. સુરૂપની નજર પણ રાણીઓ ઉપર પડી. પરસ્પર પ્રેમ ઉત્પન્ન થયો.
રાણીઓએ પોતાની વિશ્વાસુ દાસી મોકલીને અંત:પુરમાં આવવાનો ઉપાય જણાવ્યો. યોજના પ્રમાણે સુરૂપ અંત:પુરમાં આવવા લાગ્યો અને રાણીઓ સાથે