________________
આધાકર્મ દોષ
૪૧
આ વાત સાંભળતાં રાજા કોપાયમાન થયો અને રાજકુમાર અને સુભટોને કેદ કર્યા. પછી જેઓએ “સહાય કરીશું' એમ કહેલું. “એમ કરો” એમ કહ્યું હતું અને જેઓ મૂંગા રહ્યા હતા તે બધા સુભટોને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટોનો પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઇનામ આપ્યું.
કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મી આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકર્મી આહાર વાપર્યો. બીજાએ કહ્યું કે “હું નહિ વાપરું. તમે વાપરો.' ત્રીજો સાધુ કંઈ બોલ્યો નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે “સાધુઓને આધાકર્મી આહાર વાપરવો કલ્પ નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.' આમાં પહેલા ત્રણને પ્રતિશ્રવણા' દોષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને “પ્રતિશ્રવણા' દોષ લાગતો નથી.
૩ સંવાસ-આધાકર્મી આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષવૃત્તિથી નિર્વાહ કરનાર સાધુને પણ આધાકર્મી આહાર વાપરનાર સાથેનો સહવાસ, આધાકર્મી આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલચાવીને નીચો પાડનારી છે. માટે આધાકર્મી આહાર વાપરનાર સાધુઓ સાથે રહેવું પણ ન કહ્યું. તેના ઉપર ચોરપલ્લીનું દૃષ્ટાંત.
ચોરપલ્લીનું દૃષ્ટાંત વસંતપુર નામના નગરમાં અરિમર્દન નામના રાજા રાજ્ય કરે છે. તેમને પ્રિયદર્શના નામે રાણી છે.
વસંતપુર નગરની નજીકમાં થોડે દૂર ભીમ નામની પલ્લી આવેલી છે. તે પલ્લીમાં કેટલાક ભીલ જાતિના ચોરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે.
ભીલ લોકો પોતાની પલ્લીમાંથી નીકળી નજીકના ગામોમાં જઈ લૂંટફાટ કરે છે અને લોકોને હેરાન પણ કરે છે. ભીલ લોકો બળવાન હોવાથી કોઈ સામંત રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોનો રંજાડ વધવા લાગ્યો એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી.
આ સાંભળી અરિમર્દન રાજા કોપાયમાન થયો અને ઘણા સુભટો વગેરે સામગ્રી સજ્જ કરીને ભીલ લોકોની તે ભીમપલ્લી પાસે આવી પહોંચ્યો. ભીલોને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. તેમાં કેટલાક ભીલો મૃત્યુ